કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ આરોગ્ય ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ધર્મજના વિક્રમભાઈ પટેલની વરણી કરવામાં આવી | Dharmajana Vikrambhai Patel's Warani, Pinakinbhai Bhatt, who was the chairman of the trust for the last 20 years, resigned due to ill health. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Dharmajana Vikrambhai Patel’s Warani, Pinakinbhai Bhatt, Who Was The Chairman Of The Trust For The Last 20 Years, Resigned Due To Ill Health.

આણંદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ સંચાલિત શ્રીકૃષ્ણ આરોગ્ય ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પિનાકીનભાઈ ભટ્ટે રાજીનામું આપ્યાં બાદ તેમની સેવાઓને બિરદાવવા સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવા અધ્યક્ષ તરીકે વિક્રમભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.

કરમસદ સ્થિત ચારુતર આરોગ્ય મંડળની શ્રીકૃષ્ણ હોસ્પિટલ સંચાલિત શ્રીકૃષ્ણ આરોગ્ય ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ધર્મજના વિક્રમભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. આ અગાઉ તેઓ મંડળના બોર્ડ મેમ્બર તરીકે કાર્યરત હતાં. શ્રીકૃષ્ણ આરોગ્ય ટ્રસ્ટની સ્થાપના 2003માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ સમાજના મહેનતુ અને શ્રમજીવી વર્ગના કુટુંબોમાં માંદગીનો બનાવ બને તો તેમને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો ન પડે અને હોસ્પિટલની સામાજીક સુરક્ષા યોજના એટલે કે કૃપા આરોગ્ય સુરક્ષા યોજનાનો લાભ આવા પરિવારોને સમયસર મળી રહે તે હતો. આ ટ્રસ્ટની સ્થાપના વર્ષથી અત્યાર સુધી 20 વર્ષ અધ્યક્ષ તરીકે પિનાકીનભાઈ ભટ્ટ રહ્યાં છે. તેઓએ 1લી એપ્રિલ,2023ના રોજ તેમની નાદુરસ્ત તબિયતના કારણે સ્વૈચ્છાએ રાજીનામું આપ્યું હતું. તેમની આ સેવાઓને બિરદાવવા માટે 3જી મેના રોજ ભાઈકાકા યુનિવર્સિટીના બોર્ડ રૂમમાં શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ સમારંભમાં ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ અતુલભાઈ પટેલ, માનદમંત્રી જાગૃતભાઈ ભટ્ટ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ વિગેરે કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે જાગૃત ભટ્ટે પિનાકીનભાઈના કાર્યોને બિરદાવ્યાં હતાં અને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે પિનાકીનભાઈ ભટ્ટે મુંબઇ જેવી મહાનગરીથી વિદ્યાનગરમાં વસવાનો તેમનો નિર્ણય તથા ભાઈ કાકા અને એચ.એમ. પટેલ જેવા દિગ્ગજો સાથે કરેલા કામોના સ્મરણોની વાતોને વાગોળી હતી. આ ટ્રસ્ટના સભ્યોના માર્ગદર્શન હેઠળ અતુલભાઈ પટેલે શ્રીકૃષ્ણ આરોગ્ય ટ્રસ્ટનું સુકાન વિક્રમભાઈ પટેલને સોંપ્યું હતું.

أحدث أقدم