જામનગરમાં બે માળનું  જર્જરીત મકાન ધરાશાયી, મકાનમાં કોઇ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી | A dilapidated two-storied building collapsed in Jamnagar, as no one was living in the building, there was no loss of life. | Times Of Ahmedabad

જામનગર27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગરમાં સેતાવડ વિસ્તારમાં આવેલ મઠફળીમાં સામાન્ય વરસાદી ઝાપટાં પછી એક જુનું બે માળનું મકાન એકાએક ધરાશાઇ થઈ ગયું હતું, જેથી ભારે દોડધામ થઈ હતી. સદભાગ્યે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી અને મકાન ખાલી હોવાથી આસપાસના વિસ્તારમાં પણ કોઈ પસાર થતું ન હોવાથી જાનહાનિ ટળી હતી. તેમજ આ બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અધિકારી નીતિન દીક્ષિત અને યુવરાજસિંહ ઝાલા સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને લોકોની અવરજવરમાં નડતરરૂપ હોય તેવો મકાનનો કાટમાં દૂર કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય એ છીએ કેએક વર્ષ પહેલા મઢફળીમાં આજ વિસ્તારમાં એક મકાન ધરાસાઈ થયું હતું. અને એક મહિલાનો ભોગ લેવાયો હતો. ત્યાં ગઈરાત્રે વધુ એક મકાન ધસી પડ્યું છે, પરંતુ કોઈ જાનહાની થઈ ન હોવાથી રાહતના સમાચાર છે.

أحدث أقدم