તલાટીની પરીક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ; જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કાર્યક્રમ; બ્રીજની કામગીરીને લઈ જાહેરનામું | District administration prepared for Talati examination; Program by District Employment Exchange Office; Notice regarding the operation of the bridge | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • District Administration Prepared For Talati Examination; Program By District Employment Exchange Office; Notice Regarding The Operation Of The Bridge

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક

30 પરીક્ષા કેન્દ્રો પર 9 હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થી પરીક્ષા આપશે…
આગામી તા. 07/05/2023ના રોજ રાજ્યમાં લેવાનાર ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષાની પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષાનું સુચારું આયોજન થાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, આવતી કાલે તા. 07/05/2023 તલાટી કમ મંત્રી પરીક્ષામાં પોરબંદર જિલ્લામાં કુલ 30 પરીક્ષા કેન્દ્રો પર 9 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેને પગલે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીના માર્ગદર્શનમાં પરીક્ષા કેન્દ્રો ખાતે તૈયારી અંગે રિહર્સલ કરવામાં આવી હતી.

જેમાં તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સી.સી.ટી.વી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ પરીક્ષા કેન્દ્રો ખાતે કેન્દ્ર સંચાલક, બોર્ડના પ્રતિનિધિ, ઓબ્ઝર્વર, બ્લોક દીઠ ઈનવીજીલેટર, સુપરવાઈઝર વગેરે સ્ટાફની નિમણુંક કરવામાં આવેલી છે.

એચ.આર.સમિટનું આયોજન…
રોજગાર કચેરી ફરજીયાત ખાલી જગ્યાની જાણ (COMPULSORY NOTIFICATION OF VACANCIES) અધિનિયમ 1959ના અમલવારીના ઉદ્દેશ્યથી તેમજ જિલ્લામાં સ્થાનિક રોજગારીમાં વધારો કરી શકાય અને જિલ્લામાં રોજગારીનો ચિતાર મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી કાર્યરત થઈને અમલીકરણ કરી રહી છે. યોગ્ય વ્યક્તિને ઉમદા રોજગારી તથા ઉમદા નોકરીદાતાને યોગ્ય સ્થાનિક ઉમેદવાર પ્રાપ્ત થાય તેમજ રાજ્ય/જિલ્લામાં આવેલ નોકરીદાતા/એકમોને જરૂરી કુશળ અને બિનકુશળ માનવબળ જરૂરિયાત મુજબ મળી રહે અને રાજ્ય/જિલ્લાના રોજગારવાચ્છુઓને યોગ્ય તક અને વધુ સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થઇ શકે તે માટે રોજગાર કચેરી મારફતે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં નામોની ભલામણ, રોજગાર મેળા થકી સીધા ઈન્ટરવ્યું, ખાલી જગ્યાઓની વિગતો મેળવવી તેમજ યોગ્ય માનવબળ અને રોજગારી પૂરી પાડવાની કામગીરી કરે છે. જેના થકી રોજગારી અને ઉત્પાદન સેવામાં વધારો થાય એવા પ્રયત્નો નિરંતર કરી રહી છે. આગામી સમયમાં પોરબંદર જિલ્લામાં રોજગારીના ક્ષેત્રે યોગ્ય રોજગારી અને યોગ્ય માનવબળ પુરું પાડવાના ભગીરથ પ્રયાસ હેતુસર તેમજ જિલ્લાની એકમ/કંપની/સંસ્થામાં જરૂરી માનવબળ ઉપલબ્ધ કરાવવાનાં ઉદ્દેશ્યથી આગામી તારીખ 16/05/2023નાં રોજ સ્થળ ચેમ્બર ઓફ કોમર્સ હોલ, વાડિયા પેટ્રોલ પંપની બાજુમાં એમ.જી.રોડ, પોરબંદર ખાતે સવારે 11 કલાકે રોજગાર કચેરી, પોરબંદર દ્વારા એચ.આર સમિટનું આયોજન કરવામાં આવશે.

જેમાં પોરબંદર જિલ્લાની તમામ કંપની/એકમ/ સંસ્થાનાઓ એચ.આર. મેનેજરો/માલિક/ ટ્રસ્ટીઓ/ પાર્ટનર ઉપસ્થિત રહી જિલ્લામાં રોજગારી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન વિશે વિચારણા કરવાના હેતુથી આયોજન કરવામાં આવનાર છે. તો વધુમાં વધુ કંપની/એકમ/ સંસ્થાનાઓ એચ.આર.મેનેજરો/ માલિક/ ટ્રસ્ટીઓ/ પાર્ટનર સમિટમાં જોડાય તેમ જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું…
પોરબંદર તાલુકાના સોઢાણા ગામ પાસે નવા વર્તુ બ્રીજની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય, જેમાં એપ્રોચ રોડની કામગીરી અંતર્ગત દીવાલનું ખોદકામ ચાલી રહ્યું છે. તેમજ થોડા સમય પહેલા બ્રીજના ચોથા સ્પાનનું (ગાળાનું) બાંધકામ પૂર્ણ થયેલું છે અને તેનો ક્યોરીંગનો સમયગાળો ચાલુ હોય તથા નીચે સ્કેફોલ્ડીંગ (ટેકાઓ) ગોઠવેલા હોય, વધુમાં બ્રીજના બંને તરફ એપ્રોચીસમાં પ્રોટેક્શન વોલનું બાંધકામ હાલમાં પ્રગતિ હેઠળ છે. તેમજ પ્રોટેક્શન વોલના બાંધકામ દરમિયાન માલ/મટીરિયલ્સ હાલ કાર્યરત ડાયર્વઝન ઉપર આવવાની સંભાવના રહેલી છે. વધુમાં જામનગર અને પોરબંદર જિલ્લા માટે વાહનોની અવર-જવર માટેનો મહત્ત્વનો રસ્તો હોય, જેથી આ રસ્તા ઉપર વાહન વ્યવહાર તેમજ એક ગામથી બીજા ગામના લોકોની આવક-જાવક આ રસ્તે વધુ પ્રમાણમાં રહેતી હોવાથી, હાલ ચાલતા કામમાં કોઇપણ જાતનો અકસ્માત/અડચણ કે સંભવિત નુકસાન ન થાય તે માટે વાહનોના વૈકલ્પિક રૂટ તરીકે ડાયવર્ઝન અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર દ્વારા તેમને મળેલી સત્તાની રૂએ બહાર પાડવામાં આવ્યું છે.

બ્રીજના બંને તરફ એપ્રોચીસમાં પ્રોટેક્શન વોલનું બાંધકામ હાલ પ્રગતિ હેઠળ હોય, તેમજ પ્રોટેકશન વોલના બાંધકામ દરમિયાન માલ/મટીરિયલ્સ હાલ કાર્યરત ડાયવર્ઝન ઉપર આવવાની સંભાવના હોવાથી તેમજ જામનગર અને પોરબંદર જિલ્લાના વાહનો તથા એક ગામથી બીજા ગામે જતા લોકોની અવર-જવર આ રસ્તા ઉપર વધુ હોવાથી, ચાલતા કામમાં અકસ્માત/અડચણ કે અન્ય કોઇ નુકસાની આકાર ન લઇ શકે તે માટે આ રસ્તા ઉપર વાહનના આવવા-જવા માટે પોરબંદરથી જતા ભારે વાહનો માટે રામવાવ પાટીયાથી કુણવદર–મોરાણા–પારાવાડા– ભોમીયાવદર–સોઢાણા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. અડવાણાથી પોરબંદર આવતા ભારે વાહન માટે સોઢાણાથી–ભોમીયાવદર–પારાવાડા –મોરાણા–કુણવદરથી રામવાવના પાટીયા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

ગ્રામ્ય વિસ્તારના રોડ સીંગલ/ડબલ પટ્ટીના અને વળાંકવાળા હોય જેથી વાહન અકસ્માતના બનાવો ન બને તે માટે વાહન ચાલકોએ ગતિ મર્યાદામાં વાહન ચલાવવા, રોડ પર ભારે વાહન ચાલકોએ પોતાના વાહન રોડ ઉપર પાર્ક ન કરવા, રોડ પર પસાર થતાં વાહનોની માલ ભરવાની ક્ષમતાથી વધારે માલ ન ભરે તેમજ માલ ભરેલા વાહનોમાં માલ ઉપર તાડપત્રી બાંધવાની રહેશે. આ જાહેરનામું તા. 04/07/2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્લંધન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

أحدث أقدم