Tuesday, May 16, 2023

રાજકોટમાં જિલ્લા કલેકટરના અધ્‍યક્ષ સ્થાને ડીસ્‍ટ્રીકટ રોડ સેફટી કાઉન્‍સિલની બેઠક, મદદગારી વિભાગોની સમીક્ષા કરાઈ | District Road Safety Council meeting under the chairmanship of District Collector in Rajkot, review of supporting departments | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • District Road Safety Council Meeting Under The Chairmanship Of District Collector In Rajkot, Review Of Supporting Departments

રાજકોટ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં ખાસ કરીને હાઇવે પર અકસ્‍માતોના નિવારણ માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્‍યક્ષ સ્થાને ડીસ્‍ટ્રીકટ રોડ સેફટી કાઉન્‍સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જે વિસ્‍તારમાં સૌથી વધુ અક્‍સ્‍માતોનુ પ્રમાણ હોઈ તેવા બ્‍લેક સ્‍પોટ પર રોડ એંજિનયિરિંગ, સાઈનેજ, એન્‍ફોર્સમેન્‍ટ અમલવારી, તેમજ અકસ્‍માત સમયે મદદગારી અંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્સ કરવામાં આવ્‍યો હતો.

ઓવર સ્‍પિડે ચાલતા વાહનો વિરૂદ્ધ પગલાં લેવા તાકીદ
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા ખાસ કરીને રાજકોટ જેતપુર અને રાજકોટ ગોંડલ હાઇવે પર અકસ્‍માતો નિવારણ માટે ખાસ માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્‍યું હતું. જેમાં અકસ્‍માત નિવારણ માટે રોડ પર રમ્‍બલ સ્‍ટ્રીપ, કેટ આઇ તેમજ સાઈનેજીસ વધારવા સૂચના આપવામાં આવી હતી. તેમજ હાઇવે પર અડચણરૂપ હોર્ડિંગ્‍સ દૂર કરવા, અનધિકૃત રીતે હાઈવેને બ્રેક કરી ડિવાઈડર મુક્કી રોડ ખુલ્લો કરવામાં આવતા ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરવા, ઓવર સ્‍પિડે ચાલતા વાહનો વિરૂદ્ધ પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી.

ગંભીર વ્‍યક્‍તિને હોસ્‍પિટલ સુધી પહોંચાડનારને ઇનામ
રોડ સેફટી કમિટીના એક્‍ઝિક્‍યુટિવ ચીફ એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસર જે.વી.શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગંભીર વ્‍યક્‍તિને હોસ્‍પિટલ સુધી પહોંચાડવામાં મદદગારને રૂ. 5000નું ઇનામ આપવામાં આવે છે. રાજય સરકાર દ્વારા 48 કલાક દરમિયાન રૂ. 50,000 સુધીનો સારવારનો ખર્ચ આપવામાં આવે છે. જયારે હિટ એન્‍ડ રન કેસમાં ઘાયલ વ્‍યક્‍તિને રૂ.50,000 તેમજ મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. 2,00,000 આર્થિક સહાય રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે.

ઘાયલને હોસ્‍પિટલ પહોંચાડનાર કર્મીઓનું સન્‍માન
ઉલ્લેખનીય છે કે, રોડ સેફટી અંગે યોજાયેલ આ બેઠક બાદ વિવિધ અકસ્‍માતોમાં ઘાયલને હોસ્‍પિટલ સુધી પહોંચાડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ગોંડલના DYSP કે.જી.ઝાલા, કોન્સ્ટેબલ શંભુભાઈ રણછોડભાઈ અને હિપેન્‍દ્રસિંહનું કલેકટરના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્યું હતું.

Related Posts: