રાજકોટમાં કાલથી પ્રારંભ, વિદ્યાર્થીઓના કૌશલ્ય જાણવા એપ્ટિટ્યૂડ, DMIT ટેસ્ટ ફ્રીમાં કરાશે | Starting tomorrow in Rajkot, Aptitude, DMIT test will be conducted free of cost to know the skills of students | Times Of Ahmedabad

રાજકોટ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આગામી તારીખ 6 અને 7 મેના રોજ રાજકોટની આરપીજે હોટેલમાં દિવ્ય ભાસ્કર દ્વારા ‘એજ્યુકેશન એક્સપ્લોરા-2023’નું જાજરમાન આયોજન કરાયું છે. ધોરણ 10 અને 12ના પરિણામ બાદ ક્યા કોર્સમાં જવું, ભવિષ્યનું પ્લાનિંગ કેમ કરવું, ક્યા ક્ષેત્રમાં સૌથી વધુ તકો રહેલી છે ઉપરાંત વિદ્યાર્થીઓને મૂંઝવતા દરેક કારકિર્દીલક્ષી પ્રશ્નોનું આ એક જ સ્થળે નિરાકરણ થશે.

રાજકોટ અને ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ એક જ સ્થળ નીચે એકઠી થશે, શિક્ષણવિદો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ એક્સપ્લોરામાં પ્રવેશ ફ્રી છે. બાળકોમાં ક્યું કૌશલ્ય છુપાયેલું છે તે જાણવા માટે મનોવૈજ્ઞાનિક ડો. જિગ્નેશ જાની ખાસ એપ્ટિટ્યૂડ અને DMIT ટેસ્ટ લેશે. આ ટેસ્ટના પરિણામ પરથી વ્યક્તિનું મસ્તિષ્ક ક્યાં કૌશલ્ય માટે બન્યું છે તે જાણી શકાય છે અને તે પ્રમાણે કારકિર્દીની દિશા નક્કી કરવામાં સરળતા રહે છે. આ ટેસ્ટ પાંચથી આઠ હજારમાં થાય છે પણ દિવ્ય ભાસ્કર વિનામૂલ્યે કરી આપશે.

ધો. 12ના પરિણામ બાદ કારકિર્દી અંગે સૌથી વધુ મૂંઝાતા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. મુખ્ય પ્રવાહ કરતા પણ એવા ઘણા કોર્સિસ છે જે ભવિષ્યમાં મુખ્ય પ્રવાહો કરતા વધુ સારી રોજગારી આપી શકે છે. આ એક્સ્પોમાં બાળકો અને તેમના વાલીઓને પૂરતી અને પારદર્શક માહિતી મળી રહેશે. આ ઉપરાંત એક્સ્પોમાં પ્રવેશ અને માર્ગદર્શન તદ્દન ફ્રી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શન મેળવી સારી કારકિર્દી પસંદ કરી કરે તેવો આ એક્સ્પોનો ઉદ્દેશ્ય છે. એક્સપ્લોરામાં 24 જેટલા જુદા જુદા સ્ટોલ બનાવ્યા છે, સેલ્ફી ઝોન પણ બનાવ્યો છે. બે દિવસીય એક્સપ્લોરામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક, કારકિર્દીલક્ષી માર્ગદર્શન મળશે.

Previous Post Next Post