ડાંગના ઝાવડા ગામે બાઇક વૃક્ષ સાથે અથડાતા ચાલકનું ઘટનાસ્થળે મોત | The driver died on the spot when the bike collided with a tree in Jhavda village of Dang | Times Of Ahmedabad

ડાંગ (આહવા)2 કલાક પહેલા

  • કૉપી લિંક

વાંસદા તાલુકાના બે યુવાનો ડાંગનાં વઘઈથી સર સામાન લઈ પરત ઘરે જવા નીકળ્યા હતા. ત્યાં બાઇક ચાલકે બાઇક વૃક્ષ સાથે અકસ્માતે અથડાવી દેતા ચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

પોલીસ સુત્રોથી મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના વાતી ગામે રહેતા લક્ષુ ખાલપા ગાવીત ઉ.વ. 42 તેમની પેશન બાઇક લઈ તેમના પાડોશી મોતીરામ વાળલ ગાવિત સાથે તેમના ઘરે ચાલતી નાની દુકાનનો સર સામાન લેવા માટે વઘઈ ખાતે ગયા હતા. સામાન લઈ વઘઈથી પરત નીકળ્યા હતા, તે દરમિયાન વઘઈ ઝાવડા માર્ગ ઉપર વાટી ફાટક પાસે જામની માળ પટેલ ફળીયા તરીકે ઓળખાતી જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા.

ત્યારે લક્ષુભાઈએ સ્ટિઅરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક માર્ગની બાજુમાં વૃક્ષ સાથે અથડાઈ હતી. જેમાં બંને બાઇક સવારને ઈજા થઈ હતી. જ્યારે લક્ષુભાઈને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મોતીરામ ગાવિતને 108 એમ્બ્યુલ્સ દ્વારા વઘઈ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. આ બનાવ અંગે વઘઈ પોલીસ મથકે મોતીરામ ગાવિતે લક્ષુભાઈ ગાવિત વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

أحدث أقدم