Wednesday, May 17, 2023

અડાલજમાં સ્કૂલના ગેટ પાસે ટ્રક ટકરાતા ચાલકનું મોત | A driver died when a truck collided with him near the school gate in Adalaj | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટ્રકચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત

અડાલજમાં આવેલી માણેકબા સ્કૂલ પાસે ગત રાત્રિના સમયે એક ટ્રક ચાલકે કાબુ ગુમાવતા વાહન દિવાસ સાથે ટકરાયુ હતુ. જેમાં ચાલકને ગંભીર ઇજાઓ થતા બનાવ સ્થળે જ તેનુ મોત થઇ ગયુ હતુ. આ બનાવની જાણ અડાલજ પોલીસ મથકે કરવામાં આવતા ટીમ આવી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ધનારામ ઉર્જારામ મેઘવાલ (રહે, ગોગા સરગામ, બાડમેર, રાજસ્થાન)એ ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેના મામાનો દિકરો ડ્રાઇવીંગ કરે છે. સુરતના આવેલી ચૌધરી ટેમ્પો સર્વિસમાં નોકરી કરે છે. ત્યારે તે અને તેના મામાનો દિકરો ડીસા ખાતે અલગ અલગ ટ્રક લઇને બટાટા ભરવા માટે ગયા હતા. જેમાં મામાનો દિકરો સાવલારામ કેશારામ મેઘવાલ (મારવાડી) (રહે, સત્રાણા ગામ, ગીડા, બાડમેર, રાજસ્થાન) તેની ટ્રકમાં ડીસાથી બટાટા ભરીને સુરત જવા માટે સાંજના 5 વાગ્યાના અરસામાં નિકળ્યો હતો.

જ્યારે રાતે તેના શેઠે મને ફોન કરીને કહ્યું હતંુ કે, તારા મામાના દિકરાને અકસ્માત થયો છે, તેની ટ્રક અડાલજ બાલાપીર ચોકડી પાસે આવેલી માણેકબા સ્કૂલ પાસેની સાઇડમાં ઉતરી જતા શાળાની કંપાઉન્ડ વોલ સાથે ટકરાઇ હતી, જેમાં તેનુ બનાવ સ્થળે જ મોત થઇ ગયુ હતુ. અકસ્માત થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. તે સમયે ધનારામ પણ પહોંચી ગયો હતો, અને તેને જોયુ હતુ કે, સાવલારામને અકસ્માત થતા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી અને ટ્રકમાં જ તેનુ મોત થઇ ગયુ હતુ.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.