બાબલીયા ચોકડી પાસે નશામાં ધૂત ટીડીઓની કારે વડોદરાના વકીલની ગાડીને અડફેટે લીધી; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી | A drunken TD's car hit a Vadodara lawyer's car near Bablia Chowk; The police registered a crime and conducted an investigation | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આરોપી ભુપેન્દ્ર ધુળાભાઈ સોલંકી (ટીડીઓ) - Divya Bhaskar

આરોપી ભુપેન્દ્ર ધુળાભાઈ સોલંકી (ટીડીઓ)

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા બાકોર પાસેની બાબલિયા ચોકડી પાસે વકીલ પરિવારને અકસ્માત નડ્યો હતો. વડોદરાનો વકીલનો પરિવાર પોતાની કારમાં રાજસ્થાનનો પ્રવાસ કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે મહિસાગર જિલ્લાની બાબલીયા ચોકડી પાસે પાછળથી પુરઝડપે આવતી ઈનોવા કારે અકસ્માત સર્જતા પરિવારના લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમજ કારને નુકસાન થયું હતું. પુરઝડપે નશામાં ધૂત વાહન ચાલકે પોતે ટીડીઓ હોવાનો રૂઆબ બતાવી પરિવારને ધમકાવ્યો હતો. જોકે નશામાં ઊભા રહેવાનો હોશ ગુમાવી ચૂકેલા આ સરકારી બાબુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બાકોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી અનુસાર નશામાં ધૂત કાર ચાલક સરકારી કર્મચારી હોવાનું જણાવ્યું હતું અને પોતે ટીડીયો છું તેવું કહ્યું હતું. તેનું નામ આરોપી ભુપેન્દ્ર ધુળાભાઈ સોલંકી પોતાની ઈનોવા ગાડીને પુરઝડપે હંકારી પોતે સરકારી કર્મચારી હોવા છતાં દારૂ પીને વાહન ચલાવી ફરિયાદી વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે વકીલાતનો વ્યવસાય કરતા નેહલ દવેની એમ જી હેક્ટર ગાડીને પાછળથી અથડાવી દેતાં અકસ્માત થયો હતો. ફરિયાદીને પાછળ કમરના ભાગે મૂઢ માર ઈજા થઈ છે અને ફોરવ્હીલ ગાડીને આશરે બે લાખ જેટલું નુકસાન થયું છે. સાથે પોતાની કારને પણ નુકસાન પહોંચ્યું છે. તે અંતગર્ત બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

أحدث أقدم