ભાદરની પાઇપલાઈનમાં રીપેરીંગનાં કારણે બે દિવસ શહેરનાં અનેક વિસ્તારનાં લોકો તરસ્યા રહેશે | Due to repairs in Bhadar pipeline, dt. Millions of people in many areas of the city will be thirsty on 20 and 21 May. | Times Of Ahmedabad

રાજકોટ4 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાનાં વોટર વર્કસ વિભાગ દ્વારા ભરઉનાળે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભાદરની પાઈપલાઈનમાં રીપેરીંગની કામગીરી કરવામાં આવનાર હોવાને કારણે શહેરના જુદા-જુદા 6 વોર્ડમાં આવતા અનેક વિસ્તારનાં લાખો લોકો તરસ્યા રહેશે. આ અંગે વોટર વર્ક્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ આગામી તા. 20ને શનિવારે વોર્ડ નં. 11 પાર્ટ, 12 પાર્ટ, અને 13 પાર્ટ તેમજ તા. 21ને રવિવારે વોર્ડ નં. 7 પાર્ટ અને વોર્ડ નં. 14 પાર્ટ ઉપરાંત 17 પાર્ટમાં પાણીનું વિતરણ બંધ રાખવામાં આવશે.

પાણી વિતરણ બંધ રહેશે
પ્રાપ્ત વિગત મુજબ ભાદર ડેમથી શહેર સુધી આવતી પાઇપલાઇનમાં લીકેજ રીપેરીંગ કરવાની કામગીરીને કારણે સબબ તા. 20મેંનાં રોજ વોર્ડ નં. 13 પાર્ટ, વોર્ડ નં.11 પાર્ટ, વોર્ડ નં.12 પાર્ટ તથા તા.21/05/2023ના રોજ વોર્ડ નં.7 પાર્ટ, વોર્ડ નં.14 પાર્ટ, વોર્ડ નં. 17 પાર્ટના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.​​​​​​​ ભાદર યોજના આધારીત પાઇપલાઈનમાં ભાદર ડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઇપ લાઇનમાં લીકેજ હોવાથી પાઇપલાઇન રીપેરીંગ કરવાની કામગીરીને લઈને ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોડલ રોડના (વોર્ડ નં.13 પાર્ટ ) અને વાવડી હેડ વર્કસ હેઠળ આવતા (વોર્ડ નં.11 પાર્ટ,12 પાર્ટ) તથા 21મે રવિવારે ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા ઢેબર રોડના (વોર્ડ નં.7 પાર્ટ,14 પાર્ટ,17 પાર્ટ) વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

આ વિસ્તારોમાં 20 તારીખે પાણી વિતરણ બંધ રહેશે
​​​​​​​વિસ્તાર વાઇઝ યાદી મુજબ નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસા., કૈલાસનગર, પંચશીલસોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કે.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસા., માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ, અંબિકા ટાઉનશીપ, વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસા.માં તારીખ 20મેનાં રોજ પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

આ વિસ્તારોમાં 21 તારીખે પાણી વિતરણ બંધ રહેશે
​​​​​​​​​​​​​​
આ ઉપરાંત ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર, વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક, નારાયણ નગર ભાગ 1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ 1,2 અને 3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર, મેઘાણી નગર, ન્યુમેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકાસોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ સહિતના વિસ્તારોમાં તારીખ 21મેનાં રોજ પાણી વિતરણ બંધ રહેનાર હોવાનું મનપા વોટર વર્ક્સ વિભાગનાં એડી. સીટી એન્જીનીયર દ્વારા સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

أحدث أقدم