الاثنين، 15 مايو 2023

ચોટીલામાં ઢાળ પર પાર્ક કરેલું ડમ્પર ડ્રાઈવર વગર ચાલવા લાગ્યું, બે ભાઈઓ પર કાળ બનીને ફરી વળ્યું | A dumper parked on a slope in Chotila started running without a driver, turning on the two brothers. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર5 કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના યાત્રાધામ ચોટીલામાં આજે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. ચોટીલા મામલતદાર કચેરી નજીક રસ્તાના ઢાળ પર પાર્ક કરાયેલું એક ડમ્પર ડ્રાઈવર વગર જ ચાલવા લાગતા આગળ જઈ રહેલા બે સગાભાઈઓ પર ફરી વળતા બંનેના મોત નિપજ્યા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

200 મીટર સુધી ડ્રાઈવર વગર ડમ્પર દોડ્યું
ચોટીલા મામલતદાર કચેરી પાસેથી પસાર થતા રસ્તા પર રાજસ્થાનના રહેવાસી પુષ્પેન્દ્ર સિંહ બુનેરા અને વિરેન્દ્રસિંહ બુનેરા નામના બે ભાઈઓ ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે જ પાછળથી એક ડમ્પર આવ્યું હતું અને બંને ભાઈઓ પર ફરી વળ્યું હતું. ઘટનાના પગલે આસપાસથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ડમ્પરમાં તપાસ કરતા કોઈ ડ્રાઈવર ન હોવાનું જાણવા મળ્યું હતું.

હેન્ડબ્રેક લગાવ્યા વગરનું ડમ્પર ઢાળ પર ચાલવા લાગ્યું
ચોટીલા મામલતદાર કચેરી નજીક ઢાળ પર કોલસી ભરેલું ડમ્પર પાર્ક કરવામાં આવ્યું હતું. ડ્રાઈવર હેન્ડબ્રેક માર્યા વગર જ જતો રહ્યો હતો. ત્યારે અચાનક ઢાળ પર ડમ્પર દોડવા લાગ્યું હતું અને રસ્તાની બીજી તરફ જતું રહ્યું હતું. આ સમયે જ રસ્તા પર ચાલીને જઈ રહેલા બંને ભાઈઓ પર ડમ્પર ફરી વળતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. ત્યારબાદ આગળ દીવાલ સાથે અથડાતા અટક્યું હતું.

રવિવારના કારણે મોટી જાનહાનિ ટળી
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને બંને યુવાનોની લાશોને ચોટીલા પોલીસે સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સદનસીબે આજે રવિવાર હોવાથી ચોટીલા મામલતદાર કચેરીના દરવાજા પાસે અરજદારો ન હોવાથી સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી.

ડ્રાઈવરની બેદરકારીથી સર્જાયો અકસ્માત
ડમ્પર ચાલક રોડ ઉપર પર હેંડબ્રેક માર્યા વગરનું ડમ્પર ઉભું મુકીને જતો રહ્યો હતો. જેમાં ઢાળ હોવાથી ડમ્પર રળતું રળતું આવીને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.