ડો.ભીમાણીના કાર્યકાળમાં સૌરાષ્ટ્ર યુનિ.માં વિવાદોની હારમાળા સર્જાતા નવા ઇન્ચાર્જ કુલપતિને જવાબદારી સોંપવા માટે કવાયત તેજ | During the tenure of Dr. Bhimani, a series of controversies arose in Saurashtra University, the exercise to hand over the responsibility to the new in-charge Chancellor | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • During The Tenure Of Dr. Bhimani, A Series Of Controversies Arose In Saurashtra University, The Exercise To Hand Over The Responsibility To The New In charge Chancellor

રાજકોટ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી - Divya Bhaskar

ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી

  • જામનગરની નાઘેડી કોલેજમાં થયેલ ચોરી પ્રકરણ ચર્ચા સ્પદ રહ્યું

વારંવાર વિવાદોના ઘેરામાં સપડાયેલ રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદો શાંત થવાનું નામ નથી લેતી. જેમાં ગુજરાતના પૂર્વ CM રૂપાણી સરકારના ગયા બાદ રૂપાણી જૂથના લોકોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દૂર કરવા ફેબ્રુઆરી 2022માં ડો. ગિરીશ ભીમાણીને ઇન્ચાર્જ કુલપતિ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો. અલબત્ત ડો.ભીમાણી પણ ડેમેજ કંટ્રોલ કરવામાં અસફળ રહેતા તેમના કાર્યકાળમાં પણ વિવાદોની હારમાળા સર્જાતા હવે તેમને પણ તાત્કાલિક ઇન્ચાર્જ કુલપતિ પદ પરથી દૂર કરી અન્યને ઇન્ચાર્જ કુલપતિ તરીકે જવાબદારી સોંપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે અને તે માટે કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે.

શિક્ષણ વિભાગ આકરા પાણીએ
તાજેતરમાં ગત તારીખ 6 મેના રોજ જામનગરની નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં તારીખ 4મેના રોજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં VIP ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થવા પામ્યો હતો. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કમિટી બનાવી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જો કે આ ઘટના બાદ હરકતમાં આવેલ શિક્ષણ વિભાગ દ્વારા હવે આકરા પાણીએ હોય તેમ ઇન્ચાર્જ કુલપતિને હટાવી નવા ઇન્ચાર્જ કુલપતિને જવાબદારી સોંપવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.

નીલાંબરીબેન દવે -ફાઈલ તસવીર

નીલાંબરીબેન દવે -ફાઈલ તસવીર

નવા ઇન્ચાર્જ ડીનની યાદીમાં આ નામો ચર્ચામાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજ રોજ તાત્કાલિક અસરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી અને ઇન્ચાર્જ ડીનની યાદી મંગાવવામાં આવી છે અને આ યાદી આજે સાંજ સુધી મોકલવા આદેશ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી અને ઇન્ચાર્જ ડીનની યાદીમાં કુલ 5 લોકોનો સમાવેશ થાય છે. જેમાં હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન નીલાંબરીબેન દવે, લો ફેકલ્ટીના ડીન મયુરસિંહ જાડેજા, મેનેજમેન્ટ ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન સંજય ભાયાણી, આર્કીટેક ફેકલ્ટીના ડીન દેવાંગ પારેખનો અને કોમર્સ ફેકલ્ટીના ડીન આર.કે. દવેનો સમાવેશ થાય છે.

સર્ચ કમિટીની રચના કરવી આવશ્યક
એવું કહેવામાં આવે છે કે જયારે કોઈ ઇન્ચાર્જ કુલપતિની નિમણુંક કરવાની હોય ત્યારે કાયમી અને ઇન્ચાર્જ ડીનની યાદી સરકાર દ્વારા મંગાવવામાં આવતી હોય છે. કાયમી કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવી પડતી હોય છે જેમાં સમય લાગતો હોય છે માટે તાત્કાલિક અસરથી નવા ઇન્ચાર્જ કુલપતિ નિમણુંક માટે આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી અને ઇન્ચાર્જ ડીનની યાદી મંગાવવામાં આવી છે અને હવે આગામી ટૂંક સમયમાં ડો. ગિરીશ ભીમાણીને હટાવી નવા ઇન્ચાર્જ કુલપતિ નિમણુંક કરવામાં આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.

મયુરસિંહ જાડેજા ( ડાબી તરફ) અને સંજય ભાયાણી ( જમણી તરફ) - ફાઈલ તસવીર

મયુરસિંહ જાડેજા ( ડાબી તરફ) અને સંજય ભાયાણી ( જમણી તરફ) – ફાઈલ તસવીર

સંજય ભાયાણીનું નામ મોખરે
કાયમી અને ઇન્ચાર્જ ડિનના 5 નામો પૈકી નીલાંબરીબેન દવે અગાઉ એક વખત ઇન્ચાર્જ કુલપતિ રહી ચુક્યા છે અને તેઓ વિજયભાઈ રૂપાણી જૂથના નજીકના હોવાનું માનવામાં આવી રહ્યું છે માટે તેને ફરી ઇન્ચાર્જ કુલપતિ બનાવે તેવી શક્યતા ઓછી અને સંજય ભાયાણીને નવા ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવે તેવી ચર્ચા પૂર જોશમાં ચાલી રહી છે.

أحدث أقدم