السبت، 20 مايو 2023

ઇટાળવા રોડ પાસેના ઓન ડ્રાઇવ મોટર સર્વિસ સ્ટેશનમાં કર્મચારીને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત, બાઈકને ફુવારો મારવા આગળ જતા કરંટ લાગ્યો | Employee electrocuted at On Drive Motor Service Station near Italwa Road dies on the spot, bike gets electrocuted while going to shower | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Employee Electrocuted At On Drive Motor Service Station Near Italwa Road Dies On The Spot, Bike Gets Electrocuted While Going To Shower

નવસારી42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારી શહેરના ઇટાળવા રોડ પર આવેલા ઓન ડ્રાઈવ મોટર સર્વિસ સ્ટેશનમાં કામ કરતા 27 વર્ષીય યુવકને સાંજના સમયે બાઇક ધોતી વેળા એકાએક કરંટ લાગતા તે નીચે ફસાઈ પડ્યો હતો. જે બાદ ઘટના સ્થળે જ તેનું મોત થતા ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં બેથી વધુ યુવાનો બાઇક ને ફુવારા વડે ધોતા નજરે પડે છે જેમાં એક 27 વર્ષે યુવાન દીવાન જાફર રજાક બાઈક ને ફુવારા વડે ધોઈ રહ્યો હતો તે દરમિયાન એકાએક તેને કરંટ લાગતા તે નીચે ફસડાઈ પડે છે. જેને કારણે તેનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઇ સહિતના કર્મચારીઓ સર્વિસ સ્ટેશને પહોંચી ગયા હતા અને કરંટ કઈ રીતે લાગ્યો તે દિશામાં તપાસ કરી અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે. યુવાનના હાથમાં પહેલેથી જ પાણીનો પાઇપ હતો ત્યારે થોડા જ સેકન્ડોમાં તેને એકાએક કરંટ કઈ રીતે લાગ્યો તે બાબત શંકા ઉપજાવે છે જે મામલે ગ્રામ્ય પોલીસ ઊંડી તપાસ કરે તો કરંટ લાગવાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.