સુરેન્દ્રનગરમાં એક પરિવારે લગ્નના ચાંદલામાં આવેલા રૂ. દોઢ લાખ પાંજરાપોળમાં અર્પણ કરી માનવતાની મહેંક પ્રસરાવી | A family in Surendranagar spent Rs. One and a half lakhs were offered in Panjarapol and spread the fragrance of humanity | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં એક વેપારીએ પુત્રના લગ્નના ચાંદલામાં આવેલા રૂ. દોઢ લાખ પાંજરાપોળમાં અર્પણ કરી માનવતાની મહેંક પ્રસરાવી હતી. ત્યારે વઢવાણ મહાજન પાંજરાપોળના સંચાલક દ્વારા આ અનોખા સેવાકાર્યને બિરદાવી અને પરીવારને અભિનંદન આપ્યા હતા.

સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં વિશાલ એપલ્સ નામની ચંપલની દુકાન ધરાવતા કમલેશભાઈ કોટેચાના પુત્ર કૃતાર્થ કોટેચાના શુભ લગ્નપ્રસંગ ભારે ધામધૂમ પૂર્વક યોજાયો હતો. ત્યારે આ કોટેચા પરિવારના તમામ સભ્યોએ લગ્ન પ્રસંગને રૂડો અવસર તો ગણાવ્યો, પરંતુ સાથોસાથ જીવદયાનું પણ ઉદાહરણ આપી કમલેશભાઈ કોટેચા તેમના પુત્રના શુભ લગ્ન પ્રસંગમાં આવેલા રૂપિયા દોઢ લાખનો ચાંદલાની રકમ વઢવાણ મહાજન પાંજરાપોળમાં પરેશભાઈ શાહને અર્પણ કરી છે. ત્યારે તૃપ્તિબેન દ્વારા આ ચાંદલાની રકમ પેટેનો ચેક રૂ. 1,51,000નો અર્પણ કરવામાં આવ્યો હતો. અને તેમને તેમના પ્રસંગની સાથોસાથ જીવદયા પ્રેમને પણ ઉજાગર કર્યો છે.

ત્યારે વઢવાણ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી તરીકે પરેશભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં વઢવાણ મહાજનમાં અબોલ પશુઓ વસવાટ કરી રહ્યા છે. અને જ્યાં ખળ પાણીની મોટી વ્યવસ્થા હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે આવી રકમો જે દાનમાં મળે છે, જેનાથી મોટી માત્રામાં વઢવાણ મહાજન પાંજરાપોળને જરૂર ટેકા સ્વરૂપ સાબિત થાય છે. ત્યારે આ એક સેવાકાર્ય છે, અને લગ્ન પ્રસંગમાં જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાના પરિવારમાં લગ્ન ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવતા હોય છે.

ત્યારે તેની રકમ કોઈક જ પરિવાર આ રીતે દાનમાં આપતું હોય છે. જેના માટે હું કોટેચા પરિવાર તેમજ તેમના સભ્યો અને તેમના પુત્ર અને તેમના પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છુ. અને આ સેવા કાર્ય જ્યારે કોટેચા પરિવારે આવો ખ્યાલ કરી અને અબોલ પશુઓને ખ્યાલ કર્યો છે, ત્યારે ખરેખર આ કાર્ય પ્રેરણાદાઈ કાર્ય પણ ગણાવી રહ્યો છુ. ત્યારે હાલમાં કોટેચા પરિવારે પણ ગમે ત્યારે જીવદયા માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાત જણાય તો વઢવાણ મહાજનને સાથ સહકાર આપવાની પણ સાથોસાથ અપીલ કરી હતી. આમ કોટેચા પરિવારે માનવતા ધર્મ સાથે પશુ ધર્મ પણ બજાવી અને સત્કાર્યનું કામ લગ્ન સમારંભમાં પણ કર્યું છે.

Previous Post Next Post