દીકરીની સામે પિતાનું મોત તો પિતાની સામે દીકરાનું મોત, ટ્રકે અડફેટે લેતા પરિવારના એકના એક દીકરાનું મોત | Father dies in front of daughter, son dies in front of father, one son of one of the family dies after being hit by a truck | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Father Dies In Front Of Daughter, Son Dies In Front Of Father, One Son Of One Of The Family Dies After Being Hit By A Truck

સુરત3 કલાક પહેલા

  • કૉપી લિંક
પરિવારના એકના એક દીકરાનું મોત થતા પિતાનું હૈયાફાટ રૂદન. - Divya Bhaskar

પરિવારના એકના એક દીકરાનું મોત થતા પિતાનું હૈયાફાટ રૂદન.

સુરત શહેરના ભાઠેના, હજીરા અને વેસુ વિસ્તારમાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. વેસુમાં કારે અડફેટે લેતા દીકરીની સામે જ પિતાનું મોત થયું હતું. જ્યારે ભાઠેનામાં ટ્રકે અડફેટે લેતા પરિવારના એકના એક દીકરાનું મોત થયું હતું. જ્યારે હજીરાના અકસ્માતમાં પિતાની સામે જ દીકરાનું મોત થયું હતું. આ ત્રણેય અકસ્માતમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્તતયા હતા. જેમની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું
મળતી માહિતી પ્રમાણે, મોટા વરાછા વિસ્તારમાં આદર્શ પરિવાર સાથે રહેતો હતો. આદર્શ પરિવારનો એકનો એક દીકરો હતો. તેને એક દીકરી પણ છે. આદર્શ મેડિકલનું કામ કરતો હતો. આદર્શ પરિવારનો એક માત્ર સહારો હતો. આજે ભાઠેના ખાતે મોપેડ લઈને કામ અર્થે ગયો હતો. દરમિયાન ભાઠેનામાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પિતાના હૈયાફાટ રૂદનથી શોકની કાલિમા છવાઈ
અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. ટ્રક ચાલક અકસ્માત બાદ ભાગી જવાની ફિરાકમાં હતો. જોકે, સ્થાનિક લોકોએ ટ્રકના ચાલકને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આદર્શના પિતાના હૈયાફાટ રૂદનથી શોકનો માહોલ છવાઈ ગયો હતો.

દીકરા સાથે બાઈક પર કામ અર્થે ગયા હતા
મળતી માહિતી પ્રમાણે,મૂળ બિહાર જિલ્લા ગયાના ગોવિંદપુરના વતની શિવ નંદન દેવકી પ્રસાદ યાદવ પરિવાર સાથે પલસાણા પોલીસ સ્ટેશનની સામે રામેશ્વર વિલા સોસાયટીમાં રહે છે. શિવ નંદન યાદવ તેમના 11 વર્ષીય દીકરા રોહિત સાથે સુરત પાલ ખાતે કામ માટે ગયા હતા. ત્યારબાદ તેઓ પરત જવા નીકળ્યા ત્યારે હજીરા બુડિયા ચોકડી પાસે એક માર્બલના ટ્રકે અચાનક બ્રેક મારી હતી.

બાઈક સ્લીપ થતા પિતાની સામે પુત્રનું મોત
ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળથી શિવનંદને પણ બ્રેક મારતા તેઓની બાઇક સ્લીપ થઇ હતી. આ અકસ્માતમાં શિવનંદન અને તેમનો દીકરો રોહિત જમીન પર પટકાયા હતા જેમાં બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. ઈજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રોહિતને તબીબે મૃત જાહેર કર્યો હતો.

કારે અડફેટે લેતા પિતાનું મોત, દીકરી ઈજાગ્રસ્ત
મળતી માહિતી પ્રમાણે, મુગલીસરા પટની કોલોનામાં રહેતા રાકેશ ઉર્ફે શંકર અરવિંદ પારેખ (ઉ.વ. 45) તેમની 15 વર્ષીય દીકરી હિયા સાથે બાઈક ઉપર સવારથી ઘરે આવી રહ્યા હતા. ઉધના મગદલ્લા રોડ ઉપર એસ.ડી. જૈન સ્કૂલ પાસે એક બલેનો ગાડીના ચાલકે સ્પીડમાં ગાડી હંકારી હતી અને અકસ્માત કર્યો હતો.

પરિવારના મોભીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ
અકસ્માતમાં રાકેશ પારેખને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે દીકરી હિયાને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઇ હતી. રાકેશના મોતની જાણ થતા પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘરના મોભીનું જ મોત થતા પરિવારજનો ભાંગી પડ્યા હતા. દીકરીની નજર સામે પિતાનું મોત થતા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

أحدث أقدم