વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, ચાર ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર | Fire breaks out in scrap godown in Dungri Paliya area of Vapi, four fire fighters on the spot | Times Of Ahmedabad

વલસાડ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપીના ડુંગરી ફળીયા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે આચનક અગમ્ય કારણોસર આગ લાગી ઉઠી હતી. આગ લાગતા આજુબાજુના ભંગારના ગોડાઉન સંચાલકો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક વાપી ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં ફાયર વિભગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો.

વલસાડ જિલ્લાના વાપીના ડુંગરી ફળીયા વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આચનક ધૂમળો નીકળવા લાગ્યો હતો. ધીરેધીરે આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ગોડાઉનની આજુબાજુમાં આવેલા ગોડાઉન સંચાલકોમાં અને કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ ઘટનાની જાણ વાપી ફાયર વિભગની ટીમને કરી હતી. વાપી ફાયર વિભગની ટીમને ઘટનાની જાણ થતાં વાપી ફાયર વિભગની 4 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વાપી ફાયર વિભગની 4 ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગની ઘટનાની જાણ વાપી પોલીસની ટીમને જાણ થતાં વાપી ફાયર વિભગની ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરી હતી. આગની ઘટનામાં કોઈ જાન હાનીની ખબર મળી ન હતી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે તેમ ફાયર વિભાગની ટીમે જણાવ્યું હતું.

Previous Post Next Post