- Gujarati News
- Local
- Gujarat
- Patan
- A Fire Broke Out Due To A Short Circuit In An Underground Cable Wire Behind The Department Of Chemistry And Biotech In The Patan Hemchandracharya University Campus.
પાટણ24 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કેમેસ્ટ્રી અને બાયોટેક વિભાગની પાછળ આવેલ અવાવરુ ઝાડી ઝાંખરવાળી ખુલ્લી જગ્યામાં સોમવાર ના રોજ અંડરગ્રાઉન્ડ કેબલવાયર ફાયર થતાં આગની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં અવાવરુ જગ્યામાં પડેલ ઝાડી ઝાંખરનો સુકો કચરો બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો. જો કે યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓની સતર્કતાને લઈ મોટી દુર્ઘટના ટળી હતી.

જાણવા મળતી માહિતી મુજબ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી અને બાયોટેક વિભાગની પાછળ અવાવરુ ખુલ્લી ઝાડી ઝાંખરવાળી જગ્યામાં યુજીવીસીએલ દ્વારા અગીયાર કે.વી. અંડરગ્રાઉન્ડ કેબલવાયરની વીજલાઇન પસાર કરવામાં આવી છે. ત્યારે સોમવારના આશરે બપોરના અંડરગ્રાઉન્ડ કેબલવાયરમાં શોર્ટસર્કીટના કારણે ફાયર થતાં વીજપોલના તણખા અવાવરુ જગ્યામાં સુકા કચરા પર પડતા અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં ઝાડી ઝાંખર સહિત અન્ય સુકી ઝાડની ડાળીઓમાં આગનીઅગનજવાળાઓ ફેલાઇ જતા ચોમેર ધુમાડાના ગોટેગોટાને લઇ વહીવટી ભવનના વિભાગમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આગની દુર્ઘટનાને લઇ તેઓએ નગરપાલિકાના ફાયર ફાયટરને જાણ કરી હતી. જો કે ફાયર ફાયટર પહોંચે તે પહેલા જ કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તેને લઇ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત વોચમેનો દ્વારા સમયસૂચકતા વાપરી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો અને થોડા જ સમયમાં આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ નગરપાલિકાના ફાયર ફાયટરે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી