સરથાણા પોલીસ સ્ટેશન નજીક પતરાના શેડમાં આવેલા પેપર મીલના ગોડાઉનમાં આગ લાગી, પેપરનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની | A fire broke out in a paper mill godown located in a paper shed near Sarthana Police Station. | Times Of Ahmedabad

સુરત43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પેપર મીલના ગોડાઉનમાં આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો. - Divya Bhaskar

પેપર મીલના ગોડાઉનમાં આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો.

સુરતના સરથાણા પોલીસ સ્ટેશન નજીક પતરાના શેડમાં બનાવવામાં આવેલા પેપર મીલના ગોડાઉનમાં આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જોકે, પેપરનો જથ્થો હોવાથી આગે વિકારાળ રૂપ ધારણ કરી લીધું છે. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમતે આગ પર કાબૂ મેળવી લીધો હતો. પતરાના શેડમાં આવેલા ગોડાઉનમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

પેપરનો વેસ્ટેજ જથ્થો પડેલો હતો તે પતરાના શેડમાં આગ લાગી
સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન નજીક પેપરમીલનું ગોડાઉન આવ્યું છે. જે ગોડાઉન પતરાના શેડ બનાવવામાં આવ્યો છે. આસપાસ સ્ટીલ ફેબ્રીકેશન તેમજ સ્ક્રેપેઝના ગોડાઉનો છે. અચાનક રાત્રે પેપર મીલના પતરાના શેડમાં આગ લાગી ગઈ હતી. આગ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી સૌપ્રથમ આગ વધુ ન પ્રસરે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. પતરાના શેડમાં રહેલો પેપરનો જથ્થો આગની ઝપેટમાં આવતા આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જ્યારે હાલ આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મોટાવરાછા, પુણા અને કાપોદ્રા ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી
ફાયર ઓફિસર રાહુલ બાલાસરાએ જણાવ્યું હતું કે, આગનો કોલ મળ્યા બાદ પેપર મીલ જવા ગોડાઉનમાં આગ લાગ્યો હોવાનો કોલ મળ્યો હતો. મોટાવરાછા, પુણા અને કાપોદ્રા ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી. આ ગોડાઉનોમાં પેપર કટીંગનો વેસ્ટેજ માલ હોય તેનું ગોડાઉન હતું. બાજુમાં એકસ્ટીલ ફેબ્રિકેશનનું કામ ચાલતું હતું અને એક શેડમાં સ્ક્રપેઝનું વર્કશોપ હતું. હાલ તો આગ કાબૂમાં આવી ગઈ છે.

સોલવન નામનું કેમિકલનો ધુમાડો જોખમકારક હતો
વધુમાં જણાવ્યું હતું કે, આસપાસમાં આવેલા ગોડાઉનોમાં આગને પ્રસરતા અટકાવી દીધી છે. મોટા વરાછાની ત્રણ, પુણાની બે અને કાપોદ્રાની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ ગોડાઉનમાં જે રિસાયકલ ચાલતું હતું. જેમાં એક સોલવન નામનું કેમિકલ હતું. જેના લીધે તેનો ધુમાડો હેલ્થને ઈફેક્ટ કરે એવો હતો. જોકે, તેમાં ફોર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી છે.

أحدث أقدم