الجمعة، 5 مايو 2023

ભરૂચની ખાનગી શાળામાં યોજાયેલા પાંચ દિવસીય કેમ્પની આજે બોલિવુડ એક્ટરની હાજરીમાં પૂર્ણાહુતિ, બાળકોને પ્રોત્સાહિત કરાયા | A five-day camp held at a private school in Bharuch concluded today in the presence of Bollywood actors, children were encouraged. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Five day Camp Held At A Private School In Bharuch Concluded Today In The Presence Of Bollywood Actors, Children Were Encouraged.

ભરૂચ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે સમર કેમ્પનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો.

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે વિવિધ પ્રકારના વિષયો અને પ્રવૃત્તિઓમાં કૌશલ્ય વધે તે માટે ગત તારીખ-1લી મેથી પાંચ દિવસ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં તજજ્ઞઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં બાળકોને રસ રુચિ તેવી પ્રવૃત્તિ કરાવી માર્ગ દર્શન આપ્યું હતું એક્ટિંગ, કાવ્ય ગઝલ લેખન, યોગ વિદ્યા, નૃત્ય કલા, પાવર ઓફ એન્કરિંગ અને ક્રાફ્ટ વર્ક, કિચન કી દુનિયા, ડિજિટલ વર્લ્ડ, મેડીટેશન,વિજ્ઞાન ચમત્કાર સહીતના વિષયો અંગે માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આજરોજ આ સમર કેમ્પની પુર્ણાહુતીનો કાર્યક્રમ બોલીવુડના એક્ટર ટીવી સ્ટાર નઇમ મલિક અને ડાયરેક્ટર અને આચાર્ય ડો ભગુ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ડો.નિકુંજ ચૌહાણ,કવિ જતીન પરમાર, બ્રિજેશ તિવારી,અરવિંદભાઈ પરમાર સહિતના તજજ્ઞો અને બાળકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલ વિદ્યાબેન રાણા,અરવિંદ પરમાર અને એલ.ડી ભારદ્વાજ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.