માળિયાના ભાવપરમાં યુવકની હત્યા કેસમાં પાંચ શખ્સ ઝડપાયા | Five persons were arrested in the case of murder of youth in Bhavpar of Malia | Times Of Ahmedabad

મોરબી17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કૌટુંબિક ઝઘડામાં ભત્રીજાના હાથે ખેલાયો ખૂની ખેલ

માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામમાં રહેતા ધીરૂભાઇ નરશીભાઈ કાળુ નામનો યુવાનના ભત્રીજા મુકેશભાઇ પ્રભુભાઇને આરોપી સાથે સીરામિકમાં કામ ધંધા બાબતે સાથે સાતેક દીવસ પહેલા બોલાચાલી થઇ હતી જેથી વડિલ હોવાનાં નાતે ધીરુભાઈ આરોપીને ભત્રીજા સાથે ઝઘડો નહી કરવા સમજાવ્યો હતો,

જે બાબતનું મન:દુખ રાખી આરોપી છગનભાઇ તથા કેશાભાઈ તથા ભરતભાઈ તથા ગીતાબેન તથા છગનભાઈના પત્નીએ ફરિયાદી તથા બટુકભાઈ નરશીભાઈ કારુને ગાળો આપી આરોપી કેશુભાઈ, ભરતભાઈ, ગીતાબેન તથા છગનભાઈના પત્નીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી છગનભાઇએ ફરિયાદીને ધોકાથી માથાના ભાગે બે ઘા મારતા પાંચ ટાંકા આવ્યા હતા અને બટુકભાઇ નરશીભાઇ કારુ વચ્ચે પડતા છગનભાઇએ માથામાં ધોકો મારતા માથામાં ઇજા થતાં બટુકભાઈનુ મોત નિપજ્યું હતું. બનાવની કરુણતા તો એ હતી કે, જેમનું મોત થયું એ તો સમાધાન માટે વચ્ચે પડ્યા હતા.

માળીયા મીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જે બાબતે પોલીસે તપાસ કરી આરોપી છગનભાઇ બચુભાઈ કાળુ, કેશુભાઈ બચુભાઈ કાળુ, ભરતભાઈ રામભાઇ, ગીતાબેન ભરતભાઈ, સંગીતાબેન છગનભાઇ વગેરેને ઝડપી લીધા હતા અને તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

أحدث أقدم