- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- From Umalla To Panetha, The Bike Of Friends Who Had Gone For A Bath In The Narmada River Slipped And Fell On The Road, One Died, Two Were Seriously Injured.
ભરૂચ19 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
ઉમલ્લાથી પાણેથા નર્મદા નદીમાં ન્હાવા ગયેલા મિત્રોની બાઇક સ્લીપ થતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર યુવકો રોડ પર ફંગોળાયા હતા. જેથી એકનું મોત થયું હતું. જ્યારે બે ને ગંભીર ઈજા પહોંચી હતી. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે બાપજી ફળિયામાં રહેતા શનાભાઈ વસાવાના પુત્ર સંદીપને રાયસિંગપુરા રહેતો તેનો મિત્ર દિવ્યાંગ વસાવા ઘરે બોલવવા આવ્યો હતો. જે બાદ બાઇક પર સંદીપ, દિવ્યાંગ અને સંજીવ પાણેથા નર્મદા નદીમાં ન્હાવા બપોરે નીકળ્યા હતા. દરમિયાન ખાખરીપુરાથી ઉમલ્લા આવતા વળાંક ઉપર બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી.
બાઇક વીજ થાંભલા સાથે અથડાવા સાથે ત્રણેય ફંગોળાઈ ઝાડી ઝાંખરામાં પડ્યા હતા. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઇજા થતાં ટોળા ભેગા થઈ ગયા હતા. સંદીપના પિતા પણ સ્થળ આવી ગયા બાદ બેભાન સંદીપ અને સંજીવ સહિત ત્રણેયને 108 માં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આરોગ્ય કેન્દ્ર બાદ રાજપીપળા અને ભરૂચ સિવિલ ખસેડાયા હતા. જ્યાંથી 20 વર્ષીય સંદીપ વસાવાને વડોદરા સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થતા ઉમલ્લા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.