કૉંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપતા રોષ, પૂતળા દહન કરાયું | Fury, effigies burnt as Congress promises to ban Bajrang Dal in Karnataka assembly election manifesto | Times Of Ahmedabad

મહેસાણા12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરતા વિવાદ છેડાયો છે. ત્યારે આજે મહેસાણામાં બજરંગ દળ દ્વારા કૉંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ અને PFI જેવા સંગઠન પર પ્રતિબંધ મૂકવાની વાત કરતા બજરંગદળમાં રોષ ફાટી નીકળ્યો છે. બજરંગ દળ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મહેસાણામાં બજરંગ દળ દ્વારા કૉંગ્રેસના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો.

બજરંગ દળ દ્વારા યોજાયેલ કોંગ્રેસ પૂતળા દહનમાં વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લા મંત્રી નૈલેશભાઈ પ્રજાપતી, ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ કડિયા, બજરંગ દળ મહેસાણા જિલ્લા સંયોજક આશિષભાઇ રાઠોડ, જિલ્લા સહસંયોજક પંકજભાઈ દવે, મહેસાણા પ્રખંડ સંયોજક મિતભાઈ પટેલ, હિન્દુવાદી સંગઠન ના અગ્રણી દીપકભાઈ બારોટ અને મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

أحدث أقدم