વઘઈની એગ્રિકલચર કોલેજ ખાતે G-20 સમિટ અંતર્ગત યુથ-20 કાર્યક્રમ યોજાયો, ઉત્સાહપૂર્વક 300 જેટલા યુવાનોએ ભાગ લીધો | A Youth-20 program was held as part of the G-20 Summit at the Agriculture College, Waghai, where nearly 300 youth enthusiastically participated. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • A Youth 20 Program Was Held As Part Of The G 20 Summit At The Agriculture College, Waghai, Where Nearly 300 Youth Enthusiastically Participated.

ડાંગ (આહવા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા યુવાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે યુવા સંવાદ કાર્યક્રમો કરી યુવાઓને ઉભારી રાજ્ય સરકારના પ્રજા કલ્યાણકારી તથા વિકાસલક્ષી કાર્યક્રમો લોકો સુધી પહોંચાડવાનું અવિસ્મરણીય કામગીરી કરવામાં આવે છે. જેના સંદર્ભમાં ભારત સરકાર વર્ષ 2023માં G-20 Summit માટે યજમાન દેશ બન્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત રાજ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી G-20 Summit અંતર્ગત ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામા એગ્રિકલચર કોલેજ, વઘઇ ખાતે યુથ 20 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 300 જેટલા યુવાનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નિવૃત્ત શિક્ષક દિલીપ ચૌહાણ દ્વારા યુવાઓ માટે આરોગ્ય, સુખાકારી અને રમત-ગમતનો એજન્ડા વિષય પર યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.

આ સંવાદમાં નિવૃત્ત શિક્ષક દિલીપ ચૌધરી દ્વારા ડાંગ જેવા પછાત જિલ્લમાં આરોગ્યને લઈને વર્તાતી લાપરવાહીને લઈને સમઝણ આપી હતી. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં હજુ પણ કેટલાક વિસ્તારના લોકો ગામમાં આરોગ્યની ટીમ આવે તો ઘરમાંથી બહાર નીકળતાં નથી અથવા તો જંગલમાં ચાલ્યા જાય છે. જ્યારે રમત ગમત ક્ષેત્રે આ ડિજીટલ યુગમાં ભુલાઈ રહેલી સ્વદેશી રમતો પ્રત્યે સભાનતા કેળવી તેનો પ્રચાર પ્રસાર અને જાગૃતિ કેળવવીએ આ સંવાદનો મુખ્ય હેતુ હતો.

કાર્યક્રમમા એગ્રીકલ્ચર કોલેજના આચાર્ય પસ્તાગિયા, વક્તા દિલીપ ચૌહાણ, જિલ્લા સંયોજક નકુલ જાદવ, વઘઈના સામાજિક કાર્યકર્તાઓ પંકજ પટેલ, રવી સુર્યવંશી, જય પટેલ અને ગોવિંદ કુંવર સહિત વઘઇ તાલુકાના તાલુકા સંયોજક ઉપસ્થિત રહ્યાં હતા.

أحدث أقدم