الثلاثاء، 16 مايو 2023

દીકરી ભગાડવા મુદ્દે પિતા-પુત્ર પર છરીથી હુમલો કરતાં ગંભીર | Gambhir attacked father-son with a knife over the issue of driving away his daughter | Times Of Ahmedabad

હિંમતનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોશીનાના ચંદરાણા ગામનો બનાવ, 5 સામે ફરિયાદ

પોશીનાના ચંદરાણામાં દીકરીને ભગાડવાની બાબતમાં પિતા અને પુત્ર પર છરીથી હુમલો કરતાં પોશીના પોલીસમાં 4 સામે ફરિયાદ નોંધાઇ છે. ચંદરાણામાં રહેતા ઘટાભાઈ બાબુભાઈ ગમારની ફરિયાદ મુજબ 13 મે સાંજે પિતા બાબુભાઇ સાથે મકનાભાઈના ઘરે બેઠા હતા. તે દરમિયાન તેમના કુટુંબી સોમાભાઈ કાળાભાઈ ગમાર,શ્રવણભાઈ લાલાભાઇ ગમાર બાઇક પર ત્યાંથી નીકળેલા અને ઘટાભાઈને જોઈને બાઇક ઉભી રાખી કેહવા લાગેલા કે તમારા કાકાનો દીકરો ગણેશ,હેમતાભાઈ ગમારની દીકરીને ભગાડીને લઈ ગયો છે જે કારણે અમારે માથાકૂટ થાય છે તમે લોકો કેમ શોધી લાવતા નથી એમ કહી સોમાભાઈએ છરી કાઢી ઘટાભાઈના પિતા બાબુભાઈને પીઠના ભાગે મારી દીધી હતી અને શ્રવણભાઈએ છૂટા પથ્થર મારતાં માથાના ભાગે મારી દેતા ગંભીર ઇજાઓ થઈ હતી.

બાદમાં કાળાભાઈ ગમાર,પીન્ટુભાઇ ગમાર,દિલીપભાઈ ગમાર પણ રિક્ષા લઈને આવી ગયા હતા અને દિલીપભાઈ પણ લાકડીથી માર મારવા લાગ્યા હતા.કાળાભાઈએ પણ છુટ્ટા પથ્થર મારી ઘટાભાઈને માર મારવા લાગ્યા હતા અને સોમાભાઈ હાથમાં રહેલી છરી વડે હુમલો કરવા જતાં ઘટાભાઈએ છરી હાથમાં પકડી લીધી હતી જેથી તેમને હાથની આંગળીઓમાં વાગી જતા ઈજા થઈ હતી. ઘટાભાઈ અને તેમના પિતાને ઇજાઓ થતાં સારવાર અર્થે પોશીના સિવિલમાં લઈ જવાયા હતા. ઘટાભાઈએ પાંચે શખ્સો સામે પોશીના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.