ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ બ્રધર્સની પત્નીને મિત્રતા કેળવવી ભારે પડી, યુવક ઘરે જઈને ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપવા લાગ્યો | Gandhinagar civil hospital staff brothers' wife found it difficult to develop friendship, the young man started threatening to go home and make the photos viral. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar Civil Hospital Staff Brothers’ Wife Found It Difficult To Develop Friendship, The Young Man Started Threatening To Go Home And Make The Photos Viral.

ગાંધીનગર22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ બ્રધર્સની પત્નીને સેકટર – 5 ના યુવક સાથે મિત્રતા કેળવી ભારે પડી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી પરિણીતાએ વાતચીત કરવાનું બંધ કરી દેતાં આજે યુવક ઘરે પહોંચી ગયો હતો. અને પોતાની સાથે વાતચીત નહીં કરે તો ફોટા વાયરલ કરવાની ચીમકી આપી આખા પરિવારને પતાવી દેવાની ધમકીઓ આપતાં સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ અગાઉ પણ યુવક વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ કરેલી. જે પછી બંને વચ્ચે સમાધાન થઇ જતાં પાછા બન્ને એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા હતા. જેનાં પરિણામે ફરીવાર પરિણીતાને પોલીસનો સહારો લેવાની નોબત આવી છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે છ ટાઈપ નાં મકાનમાં સ્ટાફ બ્રધર્સની 33 વર્ષીય પત્નીઆજથી આશરે બે વર્ષ પહેલા ઘ- 4 ગાર્ડન ખાતે મોર્નિંગ વોક કરવા માટે જતી હતી. એ વખતે સેકટર – 5/સી માં રહેતો નિલેશ ઉર્ફે લાલભાઇ ગોવિંદભાઇ પટેલ પણ મોર્નિંગ વોક માટે જતો હતો. જેનાં કારણે બંને વચ્ચે પરિચય થયો હતો. બાદમાં બંને જણાં ટેલીફોનીક વાતચીત કરતાં રહેતા હતા.

જો કે નિલેશ અવાર નવાર ખરાબ વર્તન કરીને પતિ – દીકરાને મારી નાખવાની ધમકીઓ આપતો રહેતો હતો. જેથી એકાદ વર્ષ પહેલા નિલેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં સમય જતાં બન્ને વચ્ચે કોર્ટમાં સમાધાન થઇ ગયું હતું. ત્યારબાદ નિલેશ ફોટા વાયરલ કરીશ તેવુ કહીને વાતચીત કરવા દબાણ કરતો હતો.

આમ ફોટા વાયરલ કરવાની ધમકીઓ મળતાં પરિણીતાએ ફરીવાર નિલેશ સાથે વાતચીતનો દોર શરૂ કરી દીધો હતો. જો કે 20 દિવસથી તેણીએ વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેનાં પગલે આજે બપોરના સમયે નિલેશ દારૂ પીધેલ હાલતમાં કાર લઈને પહોંચી ગયો હતો અને ઘરની બહારથી મારી સાથે વાત કેમ કરતી નથી તેમ કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેનાં કારણે આસપાસના વસાહતીમાં એકઠા થઈ ગયા હતા. આ દરમ્યાન પરિણીતાએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરવાની ચીમકી આપી હતી. જેથી નિલેશ જતાં જતાં કહેવા લાગેલ કે, જો પોલીસ ફરીયાદ આપી છે તો તને કે તારા દિકરા કે તારા પતિને જાનથી મારી નાખીશ. આ મામલે પરિણીતાએ ફરીવાર ફરિયાદ આપતા સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

أحدث أقدم