Monday, May 15, 2023

હારીજના રહેણાંક મકાનમાં ગેસના બાટલામાં આગ લાગતા ઘરવખરીને નુકસાન, સ્થાનિકોએ આગ કાબૂમાં લીધી | A gas cylinder caught fire in a residential house in Harij causing damage to household goods, locals put the fire under control | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Gas Cylinder Caught Fire In A Residential House In Harij Causing Damage To Household Goods, Locals Put The Fire Under Control

પાટણ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હારીજના અમરાપુર ચાલી ગેટ નં 1 ના રહેણાંક મકાનમાં ઇન્ડિયન કંપનીના ગેસના સિલિન્ડરમાં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે આજુબાજુના લોકોએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચલાવી આગને કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

આ બનાવને મળતી હકીકત મુજબ હારીજ શહેરના અમરાપુર ચાલી ગેટ નં. 1 મા રહેતા અજયભાઈ શાહ ના ધરમાં અગમ્ય કારણોસર ગેસ સિલિન્ડર મા આગ લાગતા પરિવાર જનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓએ દોડી આવી પાણી નો મારો ચલાવી આગ ઓલવી હતી તો આ આગના બનાવમાં ઘરવખરી ને નુકસાન થવા પામ્યું હતું.બનાવની જાણ ઇન્ડિયન ગેસ એજન્સીને કરવામાં આવી હતી પરંતુ એજન્સી દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહિ કરતા મકાન માલિક અજયભાઈ શાહે દ્રારા હારીજ પોલીસ મથકે જાણવાજોગની ફરિયાદ નોંધાવી આગમાં થયેલ નુક્શાનના વળતરની માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Posts: