الثلاثاء، 2 مايو 2023

મહેસાણાના જૂના ડેપોમાં ચાર્જ આપી પાર્ક કરેલું પલ્સર લઇને ગઠિયો ફરાર | Gathyo absconded with the charged Pulsar parked in the old depot of Mehsana | Times Of Ahmedabad

મહેસાણા33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા શહેર એ ડિવિઝન વિસ્તારમાં સતત વાહન ચોરીના બનાવો છેલ્લા એક અઠવાડિયામાં અનેક નોંધાયા છે.ત્યારે વધુ એક બાઈક ચોરીની ઘટના સામે આવી છે.જેમાં મહેસાણાના જુના ડેપોના પાર્કિગમાં પાર્ક કરેલ પલ્સર બાઈક અજાણ્યા તસ્કરો ચોરી ફરાર થઇ ગયા છે. ફરિયાદીએ ઇ ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા શહેરમા લકીપાર્ક સોસાયટીમાં રહેતા ધવલ પંચાલે પોતાનું GJ02DG0691 નમ્બર નું બાઈક મહેસાણાના જુના ડેપોમાં 10 રૂપીયા ચાર્જ આપી બાઇક પાર્કિગમાં મૂકી બસ મારફતે અમદાવાદ નોકરી ગયા હતા.જ્યાં 25 એપ્રિલે ફરિયાદી પાર્ક કરેલ બાઈક લેવા જતા બાઈક ક્યાંક ન મળતા તેણે મહેસાણા એ ડિવિઝન પોલીસમાં અરજી આપી હતી ત્યારબાદ 1 મેન રોજ ફરિયાદીએ અજાણ્યા તસ્કરો સામે 60 હજાર કિંમતના બાઈક ચોરી અંગે મહેસાણા એ ડિવિઝનમાં એ ફરિયાદ નોંધાવી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.