જીનપરામાં રહેતી સગીરાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું, માળિયાના મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો... | A girl living in Jinpara committed suicide by hanging herself, a woman from Malia committed suicide by hanging herself... | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • A Girl Living In Jinpara Committed Suicide By Hanging Herself, A Woman From Malia Committed Suicide By Hanging Herself…

મોરબી39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વાંકાનેરના જીનપરા આશિયાના સોસાયટીમાં રહેતી 15 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માળિયામાં રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હળવદ તાલુકાના રાતાભેર ગામ વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે હળવદ પોલીસ ટીમે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. તો ચોથા બનાવામાં નવા વઘાસીયામાં રહેતા વૃદ્ધનું અગમ્ય કારણોસર મોત થયાની ઘટના સામે આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની આશિયાના સોસાયટીમાં રહેતા હીનાબેન ચારોલા (ઉ.વ.15) નામની સગીરાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસના નારણભાઈ લાવડીયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક સગીરાની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો, જેથી માઠું લાગી જતા સગીરાએ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

બીજા બનાવમાં પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના નીરૂબેનનગરના રહેવાસી હમીદા ત્રાયા (ઉ.વ.35) નામની મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે માળિયા પોલીસે મથકમાંથી મળતી વિગત મુજબ માનસિક બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

ત્રીજા બનાવમાં હાલ હળવદના રાતાભેર ગામે પવનચક્કીના એસ.એસ. સબ સ્ટેશનમાં રહેતા રામનરેશ ચીરોજીલાલ (ઉ.વ.60) નામના વૃદ્ધ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. હળવદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા બહાદુરસિંહ ગાંડુભા ઝાલાનું અગમ્ય કારણોસર મોત નીપજ્યુ હતું. આ અંગેની જાણ વાંકાનેર સીટી પોલીસ ટીમે મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post Next Post