શહેરમાં આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને એક અઠવાડિયાનો સમય આપો, બાદમાં મકાનો ખાલી કરાવો | Give a week to people living illegally in housing scheme houses in the city, then vacate the houses | Times Of Ahmedabad

અમદાવાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવામાં આવે છે પરંતુ તેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મકાનને ભાડે આપી દેવામાં આવે છે આવા શહેરમાં એક હજારથી વધુ મકાનો હોવાનું સામે આવ્યું હતું જેને લઇ અને આજે મ્યુનિસિપલ કમિશનરે મિટિંગમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી કે જેટલા પણ લોકો EWS આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર રીતે ભાડે રહે છે તેઓને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપો અને ત્યારબાદ તેઓને મકાન ખાલી કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં સ્વચ્છતાને લઈને પણ અધિકારીને કડક સૂચના આપી હતી કે શહેરમાં હજી પણ ઠેર ઠેર ગંદકી જોવા મળે છે જેને લઇ અને કામગીરી બાબતે ડેટા યોગ્ય રીતે જાળવણી કરવા માટેની સૂચના આપી હતી.

હોટલો અને રેસ્ટોરન્ટોમાં કડક હાથે ચેકિંગ
મ્યુનિસિપલ કમિશનરની રીવ્યુ મિટિંગમાં મૂળ વિભાગની કામગીરી બાબતે પણ મ્યુનિસિપલ કમિશનરે ચર્ચા કરતાં કહ્યું હતું કે શહેરમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટો વગેરેમાં પણ કડક હાથે ચેકિંગ કરવામાં આવે. ખાણીપીણીના એકમો હોટલો અને રેસ્ટોરન્ટો છે. તેમાંથી જે કિચન વેસ્ટ એકત્રિત કરવામાં આવે છે, તેનો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ. તો જોઈએ શહેરમાં કેટલી હોટલો અને રેસ્ટોરન્ટો નોંધાયેલી છે અને કેટલી નથી નોંધાયેલી તેની તપાસ કરો અને જ્યાં પણ હોટલ અને રેસ્ટોરન્ટ નો નોંધાઈ હોય તો તેની નોંધણી કરવા માટે થઈ અને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જે પણ ડેટા રાખવામાં આવે છે તેની માહિતી અધિકારીને પણ રાખવા માટે જણાવવામાં આવ્યું હતું.

أحدث أقدم