જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત નવમી સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ | Grand launch of ninth government school built by Jagadish Trivedi | Times Of Ahmedabad

27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાસ્યકલાકાર, લેખક, કવિ , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત નવમી સરકારી પ્રાથમિક શાળાનું આજે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકાના ઉંડવી ગામે ભવ્ય લોકાર્પણ થયું. જગદીશ ત્રિવેદીએ આ શાળાને પોતાના જીગરજાન મિત્રના માતાની પુણ્યસ્મૃતિમાં માતુશ્રી પુષ્પાબહેન નટવરલાલ ઠાકર પ્રાથમિક શાળા એવું નામ આપવાની સરકારએ વિનંતી કરી હતી જે માન્ય રાખવામાં આવી હતી.

વિશ્વવંદનીય ભાગવત કથાકાર પૂજ્ય જીજ્ઞેશદાદા રાધે રાધેના કરકમળોથી આ શાળાનું છાત્રાર્પણ થયું ત્યારે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, સહયોગી દાતા પ્રદીપભાઈ ઠાકર, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રેન્દ્રભાઈ મુંજપરા, હાસ્યકલાકાર અને લેખક મિલન ત્રિવેદી તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

أحدث أقدم