No results found

    આણંદ જિલ્લાના મંદિરોમાં ચોરી કરનાર રીઢો તસ્કર યુપીથી ઝડપાયો, આઠ મંદિર સહિત ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો | Habitual smuggler who stole temples in Anand district nabbed from UP, carried out burglaries including eight temples | Times Of Ahmedabad

    આણંદ6 કલાક પહેલા

    • કૉપી લિંક

    આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણેક વર્ષમાં આઠ જેટલા મંદિરમાં ચોરી કરનારા રીઢા શખસને પોલીસે પકડી પાડ્યો છે. જોકે, આ શખસે વડોદરા પંથકમાં પણ અનેક ચોરીને અંજામ આપ્યો છે. આ અંગે હાલ આણંદ એલસીબી પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી રહી છે.

    આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવિણકુમાર દ્વારા જિલ્લામાં બનેલી ઘરફોડ ચોરીના ગુના સંબંધે વોચ ગોઠવવા સુચના આપી હતી. જે સંદર્ભે આણંદ સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. ચૌધરી સહિતની ટીમ અગાઉ લૂંટ, ધાડ તથા ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા શખસની પ્રવૃત્તિ પર વોચ રાખી હતી. આ ઉપરાંત હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલીજન્સની મદદથી માહિતી એકઠી કરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, બોરસદની ચોરીમાં ભાગતો ફરતો શખસ હિમસીંગ ઉર્ફે કટલો પરસુ બિન કાળીયા મોહનીયા (રહે.ઉકાર માળ ફળીયું, તા. ધાનપુર, જિ. દાહોદ) હાલ ગોરખપુર (ઉત્તરપ્રદેશ) મુકામે છે. આથી, પોલીસે ઉત્તરપ્રદેશ જઇ તેની અટક કરી આણંદ લાવ્યાં હતાં. બાદમાં પુછપરછ કરતાં હિમસીંગ અને તેના સાથીદાર મોજી મકના મંડોળ (રહે.દાહોદ), માલા ઉર્ફે માલો નવા મકવાણા (રહે.દાહોદ), દિપા ઉર્ફે દિપો બાબુ દાહમા (રહે. દાહોદ) સાથે મળી ભાલેજ, ખંભોળજ, પેટલાદ અને સોજિત્રા પંથકમાં આઠ મંદિરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે તેના અન્ય સાથીદારોની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યાં છે. જ્યારે વધુ પુછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

    વડોદરા પંથકમાં પણ ઘરફોડ કરી તરખાટ મચાવ્યો
    હીમસીંગ ઉર્ફે કટલો મોહનીયાએ તેની ગેંગ સાથે મળી આણંદ ઉપરાંત વડોદરામાં પણ ચોરીઓને અંજામ આપ્યો છે. છાણી રેલવેના નવા બનતા બ્રિજ નજીક નહેર પરથી કરોડીયા ગામના ખેતર વચ્ચે આવેલા બંધ મકાનમાંથી ચાંદીના વાસણો અને રોકડાની ચોરી કરી હતી. દોઢ વર્ષ પહેલા પણ આજ સોસાયટીમાં ચોરી કરી હતી. આ ઉપરાંત ઉત્તરાયણના બીજા દિવસની રાત્રે વાઘોડીયા ચોકડી વડોદરા ખાતે ઉતરી મંજુસર વિસ્તારમાં આવેલા કામધેનુ વુડસ સોસાયટીમાં કોમન પ્લોટ નજીક આવેલા મકાનમાં ચોરી કરી હતી. બાદમાં સોમા તળાવ થઇ એક પુલ પર થઇ આંખની હોસ્પિટલ નજીક આવેલી શિલ્પ રેસીડેન્સી મકાનમાં ચોરી કરી હતી. છએક મહિના પહેલા વડોદરા – જાંબુઆ હાઈવે પર બ્રિજ નજીક આવેલી સોસાયટીમાં ચોરી દરમિયાન વૃદ્ધા જાગી જતા તેને પથ્થર મારી દીધો હતો. ત્રણેક મહિના પહેલા વડોદરા મકરપુરા રેલવે સ્ટેશન નજીક નવો બ્રિજ બને છે ત્યાં થઇ સોસાયટી ડ્રીમ રેસીડેન્સીમાં ચોરી કરી હતી. આ ઉપરાંત બારડોલી, સોનગઢ, વ્યારા, અમદાવાદ, જામનગરમાં ચોરીઓ કરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال