કૉંગ્રેસનો વિરોધ વ્યક્ત કરવા હનુમાન ચાલીસાનું પઠન કરાયું, કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં બજરંગદળને પી.એફ.આઈ.સાથે જોડ્યું હતું | Hanuman Chalisa recited to express opposition to Congress, Congress party in Karnataka linked Bajrang Dal with PFI in election manifesto | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Hanuman Chalisa Recited To Express Opposition To Congress, Congress Party In Karnataka Linked Bajrang Dal With PFI In Election Manifesto

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

કર્ણાટક કૉંગ્રેસના વિરોધમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.ખંભાળિયામાં બજરંગ દળના દ્વારા અહીંના જોધપુર ગેઈટ પાસે આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે સામુહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગદળને પી.એફ.આઈ.સાથે જોડવાની બાબતનો વિરોધ વ્યક્ત કરવા અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગદળ પર પ્રતિબંધ મુકવાની વાત કરવામાં આવતા તેને દુર્ભાગ્યપૂર્ણ અને દ્વેષી ગણાવી.

જેમાં જિલ્લા બજરંગદળના અજયભાઈ નરા,વિશ્વ હિન્દુ પરિષદના પ્રવિણસિંહ કંચવા,તાલુકા અધ્યક્ષ મહેશભાઈ બારોટ તાલુકા મંત્રી મિલનભાઈ વારીયા,સહમંત્રી વિજયભાઈ કટારીયા,કિરણબેન સરપદડીયા,પપ્પુભાઈ જોષી,શહેર ઉપાધ્યક્ષ ઘનશ્યામસિંહ વાઢેર,ઈન્દ્નજીતસિંહ પરમાર,ધીરેનભાઈ બદીયાણી,સત્યજીતસિંહ જાડેજા,ડોલરભાઈ રાજાણી વિગેરે સાથે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post