ભિલોડાના વાદીયોલના વતની હર્ષદ પરમારનું ફરજ દરમિયાન ગાંધીનગર ખાતે હાર્ટ એટેકથી મૃત્યુ; રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરાઈ | Harshad Parmar, a native of Vadiyol, Bhiloda, died of a heart attack at Gandhinagar while on duty; The funeral was done with national honours | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Harshad Parmar, A Native Of Vadiyol, Bhiloda, Died Of A Heart Attack At Gandhinagar While On Duty; The Funeral Was Done With National Honours

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક
સીઆરપીએફના જવાન હર્ષદ પરમારની ફાઈલ તસવીર - Divya Bhaskar

સીઆરપીએફના જવાન હર્ષદ પરમારની ફાઈલ તસવીર

ભારત માતાની રક્ષા માટે લશ્કરમાં જોડાયેલા સૈનિકો લડતા લડતા શહીદ થાય અથવા ફરજ પર શારીરિક બીમારીના કારણે મોતને ભેટે ત્યારે તેમના નશ્વર દેહને તેમના વતનમાં લાવીને પૂરાં રાષ્ટ્રીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ ક્રિયા કરાય છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીમાં બનવા પામી છે

ભિલોડા તાલુકાના વાદીયોલ ગામના હર્ષદ પરમાર 2009ની સાલમાં મા ભોમની રક્ષા માટે સીઆરપીએફમાં ભરતી થયા હતા. દેશના અલગ અલગ રાજ્યો અને સરહદો પર ફરજ બજાવી હતી .અને છેલ્લે બે વર્ષથી ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે ગઈકાલે તે પોતાની ફરજ પર હતા, ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડયા જ્યાં આજે વહેલી પરોઢે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

સીઆરપીએફ જવાન હર્ષદ પરમારના નિધનનાં સમાચાર પ્રાપ્ત થતા જ તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક સૈનિક હર્ષદ પરમાર તેમના પરિવારમાં બે વર્ષના પુત્ર અને આઠ માસની દીકરી સાથે તેમના પત્નીને વિલાપ કરતાં છોડી ગયા. જેથી આસપાસના તમામ રહીશોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

મા ભોમની રક્ષાની ફરજ દરમિયાન હાર્ટ એટેકથી હર્ષદ પરમારનું આવસાન થતા તેમના નશ્વર દેહને તેમના માદરે વતન વાદીયોલ લાવવામાં આવ્યો. જ્યાં સરકારી રાષ્ટ્રીય સન્માન મુજબ ટીંટોઇ પોલીસ કર્મીઓ તથા ગાંધીનગરથી આવેલ ખાસ પોલીસની ટીમ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. સદગતની અંતિમ યાત્રામાં ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડા સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને મૃતક સૈનિક ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.