Monday, May 22, 2023

દારૂ ઢીંચીને પત્નીને મારમારતો, પુત્રને પણ કહેતો'તારી માંને માર નહીંતર તને મારીશ', વારંવાર ઝઘડો કરતો | He used to beat his wife after drinking alcohol, used to say to his son, 'beat your mother or else I will kill you', used to fight by threatening divorce. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • He Used To Beat His Wife After Drinking Alcohol, Used To Say To His Son, ‘beat Your Mother Or Else I Will Kill You’, Used To Fight By Threatening Divorce.

રાજકોટ7 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ સહિત ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર થવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય છે. તો આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પીડિતા દ્વારા પોતાના પતિ અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદમાં પરિણીતાએ આરોપી તરીકે તેના પતિ ચેતનભાઈ ઉર્ફે હેમંતભાઈ લખુભાઈ ગમારા અને જેઠ મુન્નાભાઈ લખુભાઈ ગમારાનાં નામ આપ્યા છે.

ઘરસંસાર ત્રણ વર્ષ સારી રીતે ચાલ્યો
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢેક વર્ષથી હું મારા કાકા સાથે રહુ છું. ગત 24 માર્ચ 2008નાં રોજ મારા લગ્ન મૂળ જામનગરના રહેવાસી લખુભાઈ અર્જુનભાઈ ગમારાના દિકરા ચેતનભાઈ ગમારા સાથે અમારી જ્ઞાતિના રીત રીવાજ મુજબ થયા હતા. અને આ લગ્ન જીવનથી મારે સંતાનમાં ત્રણ દિકરાઓ છે. લગ્ન બાદ અમે પતિ-પત્નિ સંયુક્ત પરીવારમાં સાથે રહેતા હતા અને મારો ઘરસંસાર ત્રણ વર્ષ સારી રીતે ચાલ્યો હતો.

તમારો ભાઈ મારી ઉપર હાથ ઉપાડે છે
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, સાસુ-સસરા સાથે નવેક વર્ષ સંયુક્ત પરિવારમાં રહ્યા બાદ બધા રાજીખુશીથી અલગ થયા હતા. આ પછી પણ એકાદ મહીનો મારો ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. જોકે 14 એપ્રિલ 2009નાં રોજ સાંજના સમયે મારા પતિ દારૂ પીને ઘરે આવી મારી સાથે ઝઘડો કરીને મારકુટ કરી હતી. જેથી મેં મારા જેઠને કહેલ કે તમારો ભાઈ મારી ઉપર હાથ ઉપાડે છે. તો મારા જેઠ મને કહેતા કે એ તમારો પ્રશ્ન છે. મારો નહીં, તેમ કહી મારા પતિની ચડામણી કરતા અને કહેતા કે આને મારીને મુકી આવ. જેથી મારા પતિ મને મારકુટ કરતા રહ્યા હતા.

કોઈ મને છોડાવવા આવતું નહીં
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, બાદમાં મેં મારા સાસુને કહ્યું હતું કે તમારો દિકરો મને મારે છે. તેથી તેમને સમજાવો તો મારા સાસુ તેને સમજાવતા હતા. પરંતુ મારા પતિ તેમ છતા માનતા નહીં અને તે દારૂ પીવાની ટેવવાળા હોવાથી મને મારતા હતા. દરમિયાન હું કહેતી મને છોડાવો તો પણ કોઈ મને છોડાવવા આવતું નહીં.

આ જોઈતી નથી
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, મારો પતિ મારા મોટા દીકરાને કહેતા કે તું તારી મમ્મીને માર નહીંતર હું તને મારીશ. આમ કહીને મારા મોટા દિકરાને ચડામણી કરતા અને મને મારા પતિ ઢોર માર મારી કહેતા કે આ જોઈતી નથી, તેને તેના પિયરમાં મુકી આવવી છે. અને મારે તને છુટાછેડા આપવા છે. આ રીતે વારંવાર કહેતા હોવાથી 10 ઓગષ્ટ-2021થી પોતે તેનાં કાકાનાં ઘરે રહેતી હોવાનું પણ તેણીએ જણાવતા પોલીસે પરિણીતાનાં પતિ-જેઠ સામે ગુનો નોંધુ આ અંગે તપાસ હાથ ધરી છે.

Related Posts: