No results found

    વેકેશન અને વિકએન્ડના કારણે બીચ પર લોકોની ભારે ભીડ, દમણના સી વ્યૂ બીચ જેવો વિકાસ કરવાની માગ | Heavy crowding of people on the beach due to vacations and weekends, demand for development like Daman's Sea View Beach | Times Of Ahmedabad

    વલસાડ2 કલાક પહેલા

    • કૉપી લિંક

    ઉનાળાની શરૂઆત થતાની સાથે મોટી સંખ્યામાં સહેલાણીઓ તિથલ બીચની મઝા માણવા દુરદુરથી તિથલ બીચ ખાતે મઝા માણવા આવતા હોય છે. એક તરફ રાજ્યમાં હિટ વેવની અસરને લઈને લોકો ગરમી સામે તોબા પોકારી ચુક્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના તિથલ બીચને વધુ સુંદર બનાવવા સહેલાણીઓ રાજ્ય સરકારને માંગ કરી રહ્યા છે. તિથલ બીચની પ્રોટેક્ષન વોલ ઉપર સ્ટ્રીટ લાઈટ લગાવવા સહેલાણીઓ માંગ કરી રહ્યા છે. ગુજરાત રાજ્યના સૌથી રણીયામણા તિથલ બીચને વધુ વિકસાવવા માંગ કરી રહ્યા છે.

    રાજ્ય હવામાન વિભગ દ્વારાવલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હિટ વેવની આગાહી આપી હતી. જે આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જેને લઈને રાજ્ય ભરમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં તિથલ બીચની મઝા માણવા આવતા હોય છે. આજે વલસાડ જિલ્લાના તિથલ બીચની મઝા માણવા આવી પહોંચ્યા હતા. રાજ્યના સહેલાણીઓ માટે સૌથી પ્રિય ગણાતા તિથલ બીચ ઉપર સહેલાણીઓ સહેલગાહ માણીને ગરમીમાંથી રાહત મેળવી હતી. સાથે સહેલાણીઓએ દમણમાં સી વ્યુ બીચ જેવો.વિકાસ તિથલ બીચનો કરવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. વલસાડ જિલ્લાના તિથલ બીચ ઉપર થતી ટ્રાફિલ સમસ્યા નિવારવા માટે રસ્તાઓ હજુ પહોળા કરવા અને બીચના પગથિયાંનું નવીની કરણ કરવા સહેલાણીઓ માંગ કરી રહ્યા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال