જુની કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં હેલ્પડેસ્ક શરૂ કરાશે, રેકર્ડ રૂમને પણ અદ્યતન બનાવવામાં આવશે | A helpdesk will be started in the public service center of the old collector's office, the record room will also be upgraded. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Helpdesk Will Be Started In The Public Service Center Of The Old Collector’s Office, The Record Room Will Also Be Upgraded.

રાજકોટ5 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જુની કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં રેશનકાર્ડ તેમજ ઇડબલ્યુએસ આવકના દાખલા સહિતની કામગીરીમાં લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇ હવે આગામી 15 દિવસમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવનાર છે. આ માટે વધારાના ટેબલ જન સેવા કેન્દ્રમાં મુકવામાં આવશે. તેેમજ પુરતા કર્મચારીઓનો સ્ટાફ પણ આ જનસેવા કેન્દ્ર માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા ફાળવવામાં આવશે. જુની કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં આવકના દાખલા સહિતના કામો માટે આવતા લોકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે આ જન સેવા કેન્દ્રના અપગ્રેડેશન બાબતે કાયવાહી તાબડતોબ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત રેકર્ડ રૂમને પણ અદ્યતન બનાવવામાં આવનાર છે.

આરોગ્ય વિભાગે લીધેલા તેલ, શ્રીખંડ અને ઘીનાં નમૂના ફેલ

મનપાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા થોડા સમય પહેલા જુદા જુદા વિસ્તારમાંથી લેવાયેલા કપાસીયા તેલ, શ્રીખંડ સહિતના ત્રણ નમુના મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જે બદલ મનપા દ્વારા કેસ મુકીને એજયુડીકેશન કાર્યવાહીની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં કપાસીયા તેલમાં કોટન સીડ ઓઇલ ન હોવા, શ્રીખંડમાં મિલ્ક ફેટ ઓછા હોવા સહિતના રીપોર્ટ આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા ચુનારાવાડ નજીકથી લેવામાં આવેલ “સ્વસ્તિક રીફાઇન્ડ કપાસિયા તેલ (1 લિટર બોટેલ)’નો નમૂનો કોટન સીડ ઓઇલની ગેરહાજરી ને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. તેમજ મોચી નગર, શીતલપાર્ક રોડ પર જિગ્નેશ જયંતિભાઈ રૂપારેલીયા પાસેથી લેવામાં આવેલ ‘ફ્રૂટ શ્રીખંડ (લુઝ)’નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં મિલ્ક ફેટ ધારા ધોરણ કરતાં ઓછા હોવાને કારણે સબસ્ટાન્ડર્ડ ફૂડ જાહેર થયો છે. તો કોઠારીયા રોડ નજીકથી લેવામાં આવેલ ‘દિવેલનું ધી (લુઝ)’ નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં વેજીટેબલ ફેટ તથા હળદરની હાજરી કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા તમામ કેસ અંગે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વેરા વિભાગે વધુ 20 મિલકતો સીલ કરી રૂ. 2.16 કરોડ વસુલ્યા

રાજકોટ મહાપાલિકાની ટેકસ શાખાએ આજે વધુ 20 મિલ્કતોને સીલ કરી, 18ને ટાંચ જપ્તી નોટીસ આપી છે. જેમાં વોર્ડ નં.1માં 80 ફુટ રોડ, ભારતીનગર, વોર્ડ નં.રમાં રેસકોર્ષ રોડ, વોર્ડ નં.4માં કુવાડવા રોડ, સદગુરૂનગર, વોર્ડ નં.7માં ભકિતનગર, વોર્ડ નં.9માં યુનિ. રોડની પરીમલ સોસાયટી, શ્રીજી કૃપા, ગાંધીગ્રામ, સાધુ વાસવાણી રોડ, વોર્ડ નં.10માં હાઉસીંગ બોર્ડ કવાર્ટર વોર્ડ નં.12માં ગોંડલ રોડના એકમ, વોર્ડ નં.14માં સોરઠીયાવાડી, ગોપાલનગર, મિલપરા, ભકિતનગર સોસાયટી, વોર્ડ નં.15માં મીરા ઇન્ડ. અને કોઠારીયા બાયપાસ, વોર્ડ નં.16માં કોઠારીયા મેઇન રોડ પર નોટીસ અને સીલીંગની કાર્યવાહી કરતા રીકવરી થઇ હતી. વોર્ડ નં.4ના કુવાડવા રોડ પર એક નળ જોડાણ કપાતા ચેક આવ્યો હતો. વોર્ડ નં.8માં નાના મવા રોડ પર બે મિલ્કત સીલ કરાઇ હતી. આજે રૂ. 2.16 કરોડની વેરાની આવક નોંધાઇ હતી.

أحدث أقدم