વલસાડના સરોધી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે ફૂટબોલની માફક ફંગોળતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત | Hit and run incident on Valsad's Sarodhi highway, driver kills old man by throwing him like a football | Times Of Ahmedabad

વલસાડ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ તાલુકાના સરોધી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બનતા એક રાહદારી વૃદ્ધનું મોત નિપજ્યું છે. હાઈવે પરથી પગપાળા પસાર થઈ રહેલા વૃદ્ધને પાછળથી આવેલા એક કારચાલકે ફૂટબોલની માફક ફંગોળતા વૃદ્ધનું ઘટનસ્થળે જ મોત નિપજ્યું હતું. કારચાલક અકસ્માત સર્જી સુરત તરફ નાસી છૂટ્યો હતો. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડના સરોધી હાઈવે પરનો બનાવ
વલસાડના સરોધી પહાળ ફળિયામાં રહેતા અને મંદિર બહાર ફૂલ વેંચી પરિવારનું ગુજરાન ચલાવતા મણિલાલ નાયકા આજે બપોરના સમયે સરોધી હાઈવે પર ગામમાં ફૂલ લેવા જઈ રહ્યા હતા. મણિલાલ જ્યારે હાઈવેની સાઈડમાં ચાલીને જઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે મણિલાલને જોરદાર ટક્કર મારતા ફૂટબોલની માફક ફંગોળાયા હતા અને દસેક ફૂટ દૂર પડ્યા હતા.

અકસ્માત સર્જી કારચાલક ફરાર
ધોળે દિવસે અકસ્માતની ઘટના બનતા જ આસપાસથી લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તાત્કાલીક વલસાડ રૂરલ પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. જો કે, અકસ્માતમાં ગંભીર ઈજા થતા મણિલાલનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં કારચાલક અકસ્માત સર્જી પૂરપાટ ઝડપે સુરત તરફ ભાગતા જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે સીસીટીવીના આધારે હિટ એન્ડ રન કરી ફરાર થયેલા અજાણ્યા કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Previous Post Next Post