માતા-પિતાની લાપરવાહીથી બહેન-દીકરી પર લવ ટ્રેપ, વડોદરાના હાથીખાના અને નાગરવાડા સહિતના મુસ્લિમ વિસ્તારોમાં હોર્ડિંગ લાગ્યા | Hoardings in Muslim areas including Hathikhana of Vadodara and Nagarwada led to love trap on sister-daughter due to parents' negligence. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Hoardings In Muslim Areas Including Hathikhana Of Vadodara And Nagarwada Led To Love Trap On Sister daughter Due To Parents’ Negligence.

વડોદરા17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મુસ્લિમ યુવતીઓને ‘લવ ટ્રેપ’થી દૂર રહેવાની સૂચના આપતાં વિવાદાસ્પદ હોર્ડિંગ લાગતાં ચકચાર જાગી છે. તુલસીવાડી વિસ્તારમાં મુસ્લિમ વાલીઓ દ્વારા મોબાઈલ દિયા ‘દિન’ નહિ દિયા (ધાર્મિક શિક્ષણ) એવું લખી દિન સે દૂરી હૈ ઇસ લીયે હમારી બેટિયા ‘મૂર્તદ’ (ઇસ્લામ છોડી વિધર્મી) થઈ રહી છે. આવા લખાણને લઈ ઉત્તેજના ફેલાઇ હતી. તુલસીવાડી વિસ્તારમાંથી બેનર હટાવી લેવામાં આવ્યું હતું. જો કે, નાગરવાડા અને હાથીખાના વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે.

વિવાદાસ્પદ હોર્ડિંગ લાગતાં ચકચાર જાગી
હાલમાં કેરેલા સ્ટોરી ફિલ્મની લોકપ્રિયતાની સામે કેટલાક લોકો દ્વારા આવાં પોસ્ટર મૂકી સામો પડકાર ફેંકાયો હોવાનું મનાય છે. દેશનાં જુદાં-જુદાં શહેરોમાં હિન્દુ-મુસ્લિમ દંપતી પર હુમલાના બનાવો વધ્યા છે ત્યારે વડોદરામાં પણ આવાં હોર્ડિંગ લાગ્યા બાદ વાતાવરણ ડહોળાય તેવું હિન્દુ સંગઠનોનું માનવું છે.

શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ
શહેરના લઘુમતી અને અત્યંત સંવેદનશીલ વિસ્તાર ફતેહપુરા અને તુલસીવાડીમાં માર્ગ પર લાગેલા પોસ્ટરોને લઈ ઉત્તેજના ફેલાઇ છે. જો કે, આ પોસ્ટર પર તે લગાવનારી સંસ્થા કે કોઈ સંગઠનનું નામ લખવામાં આવ્યું નથી પરંતુ, એનું લખાણ જોઈ કેટલાક લોકો દ્વારા શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો હોવાનું મનાય છે. મોટી સાઇઝના હોર્ડિંગમાં ઉપરના મથાળે લખવામાં આવ્યું છે કે, જિમ્મેદાર કોણ? બાદમાં વાલીદેન કી લાપરવાહી સે બેટીયા ખો રહી હૈ અપના ઈમાન, અબ્બુ અમ્મી મોબાઈલ દિયા પર દિન નહિ દિયા, બેટી બહેન લવ ટ્રેપ, દિન સે દૂરી હૈ ઇસ લીયે હમારી બેટિયાં મૂર્તદ (ઇસ્લામ છોડી વિધર્મી) હો રહી હૈ, મા બાપ ભાઈ ખુદ જિમ્મેદાર હૈ કભી ધ્યાન દિયા હી નહિ, કયા કરતી હૈ બહન બેટી મોબાઈલ મેં? આવું લખાણ લખી મુસ્લિમ યુવતીઓને લવ ટ્રેપથી બચવા મોબાઈલથી દૂર રહેવા જણાવ્યું છે. આવા હોર્ડિંગ કોણે લગાવ્યાં? ક્યારે લગાવ્યાં? તે અંગે તુલસીવાડીના સ્થાનિકો અજાણ હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ પાલિકા કે પોલીસ તંત્ર આ હોર્ડિંગ અંગે અજાણ હોવાનું લાગી રહ્યું છે. ​​​​​​​તુલસીવાડી વિસ્તારમાં લાગેલું બેનર હટાવી લેવામાં આવ્યું હતું, જો કે, નાગરવાડા અને હાથીખાના વિસ્તારમાં હજુ પોસ્ટર લાગેલા છે.

Previous Post Next Post