الثلاثاء، 16 مايو 2023

મંજુસર જીઆઇડીસીમાં ડિજિટલ ઇન્ક નામની કંપનીમાં અચાનક ભીષણ આગ, ફાયર લાશ્કરો આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા | A huge fire suddenly broke out in a company called Digital Inc in Manjusar GIDC, fire brigades tried to douse the fire. | Times Of Ahmedabad

વડોદરા7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આવેલ મંજુસર જીઆઇડીસીમાં એક કંપનીમાં ભીષણ આગ લગતા નાસભાગ મચી ગઈ હતી. લોકો ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આગના બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

જીઆઇડીસીમાં એક કંપનીમાં ભીષણ આગ લગતા નાસભાગ
મંજુસર જીઆઇડીસીમાં આવેલીડિજિટલ ઇન્ક નામની ઈન્ક બનાવતી કંપનીમાં મોડી સાંજે અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી ગઈ હતી. આગના બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલ ફાયર લાશ્કરોની ટીમ યુદ્ધના ધોરણે આગ પર સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કામગીરી માં જોતરાઈ ગઈ હતી.

આગના બનાવના પગલે કોઈ જાનહાનિ નહીં
ઘટનાના પગલે મંજુસર પોલીસ પણ સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ઈન્ક બનાવતી કંપનીમાં મોડી સાંજે અચાનક ફાટી નીકળેલ આગમાં સમગ્ર કંપની બળીને ખાખ થઇ હતી અને મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જોકે સદનસીબે આગના બનાવના પગલે કોઈ જાનહાનિ થઇ ન હતી હાલ ફાયર લાશ્કરો આગને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.