- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- Husband And Mother in law Torture The Married Woman Of Jodhpur Village In The City; Finally, The Fed up Married Woman Filed A Police Complaint
પંચમહાલ (ગોધરા)35 મિનિટ પહેલા
- કૉપી લિંક
શહેરા તાલુકાના જોધપુર ગામે પરિણીતાને અવાર નવાર પતિ સહિત સાસુ દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપી અને તેને બાળક થવાનું નથી અને મારે બીજી પત્ની લાવવાની છે. તેમ કહીં માનસિક ત્રાસ આપતાં હતા. જેથી ત્રાસથી કંટાળી ગયેલી પરણીતાએ પોતાના ઘરના નજીકમાં આવેલા ડુંગરના ઉપર સાગના ઝાડ ઉપર સાડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આથી શહેરા પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ સંદર્ભમાં શહેરા તાલુકાના જુના ખેડા કટારા ફળિયામાં ખાતે રહેતા રાકેશભાઈ ભાવજી ભાઈ કટારાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, પોતાની બહેન રેણુકાબેન સુરેશભાઈ ડામોરને 12/3/2020ના લગ્ન જીવન દરમ્યાન સારી રીતે રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના સાસુ રસીલાબેન મનાભાઈ ડામોરે અવાર નવાર રેણુકાબેનને ઘરના કામકાજ અર્થે મેણાં ટોણાં મારીને ઘરમાંથી નીકળી જવાનું કહીને માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે રેણુકાબેનના પતિ સુરેશભાઈ મનાભાઈ ડામોર અવારનવાર તું વાંઝણી છે. તારે છોકરા થવાના નથી અને મારે બીજી બૈરી લાવવાની છે. તું અમારા ઘરથી નીકળી જા તેમ કહી મારઝુડ મારી કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા.
જેથી રેણુકાબેનથી પતિ અને સાસુના અતિશય શારીરિક, માનસિક ત્રાસ સહન ન થતા અને મરવા માટે મજબુર બનીને અને પોતાના ઘર નજીક ડુંગર ઉપર સાગના ઝાડ ઉપર સાડી વડે ગળેફાંસો ખાઈને પોતાના જીવનને ટૂંકાવ્યું હતું. જેથી રેણુકાબેનના ભાઈ રાકેશભાઈ ભાવજીભાઈ કટારાએ બંને પતિ અને સાસુ વિરુદ્ધ શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.