الثلاثاء، 16 مايو 2023

દીકરીના સંબંધ બાબતે પતિએ પત્નીને વાળ પકડીને માર માર્યો | The husband beat his wife by holding her hair over the daughter's relationship | Times Of Ahmedabad

પાટણ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસ્વીર

  • પત્નીએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પાટણ શહેરમાં એક ઠાકોર દંપતી તેમની દીકરીના સંબંધ બાબતે અવારનવાર માથાકૂટ થતાં બંને જણા અલગ રહેતા હતા પણ પતિ ઉશ્કેરાઈને ઘરે આવી ફાવે તેમ બોલી અને હું કહું તેમ કરવાનું છે તેમ કહી વાળ પકડી ધમકી આપી ગડદાપાટુનો માર માર્યો હતો.

પાટણ શહેરના અનાવાડા દરવાજા વિસ્તારમાં ઉચ્ચલોવાસ રહેતા મંજુલાબેન મુકેશભાઈ ઠાકોરને તેમના પતિ મુકેશજી કલ્યાણજી ઠાકોર સાથે તેમની દીકરીના સંબંધ બાબતે માથાકૂટ થતાં છેલ્લા ત્રણ વર્ષથી તેઓ તેમના સંતાનો સાથે અલગ રહે છે. અને તેમના પતિ તેમના માતા પિતા સાથે પાટણના રામનગર ખાતે રહે છે. તારીખ 10/05/2023ના રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં ઠાકોર મુકેશજી ઘરે આવીને જેમ ફાવે તેમ બોલી તું ભલે જુદી રહેતી હોય પણ હું કહું એમજ તારે કરવાનુ છે.

તેમ કહી ઉશ્કેરાઇ જઈને આડેધડ ગડદા પાટુનો માર મારતાં મહિલા નીચે પડી જતાં વાળ પકડીને શરીરના કમરના ભાગે બરડાના ભાગે પાટુનો માર મારતા બૂમા બૂમ કરતાં નજીકમાંથી પાડોશી આવીને છોડાવ્યા હતા. મહિલાને 108 મારફત ધારપુર સિવિલમાં સારવાર દાખલ કરી હતી. તેના નિવેદન આધારે પાટણ એ ડિવિઝન પોલીસે પતિ ઠાકોર મુકેશજી કલ્યાણજી રહે.રામનગર સામે ફરિયાદ નોંધી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.