ઉમરગામમાં મોબાઈલ લેવા આવેલા પતિને પત્નીએ મોબાઈલ આપવાની ના પાડતા ચપ્પુ વડે હુમલો | Husband who came to get mobile in Umargam was attacked with a paddle when his wife refused to give him the mobile | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે ફાટક પાસે રહેતી પરિણીતાનો ઝઘડો પતિ સાથે થયો હતો. રોજના ઘર કંકાશથી કંટાળી પરિણીતા પિયર ભાઈના ઘરે ગાંધીવાડી અંદાન નગર ખાતે રહેવા આવી ગઈ હતી. તાજેતરમાં પરિણીતાનો પતિ સાળાના ઘરે આવી તેની પત્ની પાસે મોબાઈલ માંગ્યો હતો. અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા પતિએ રસોડામાંથી શાકભાજી કાપવાનું ચપ્પુ લાવી પત્ની ઉપર છપ્પુ વડે હુમલો કર્યો હતો. બુમાબુમ થતા પતિ પત્નીને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. ઘટના અંગે પાડોસીઓને જાણ થતાં નજીકના સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે સેલવાસની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી. ઉમરગામ પોલીસ મથકે બહેન ઉપર હુમલો કરનાર બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે

ઉમરગામ તાલુકામાં રહેતી નિશા રાજભરીએ પાંચ વર્ષ પહેલા ચંદન મિશ્રા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નિશા લગ્ન બાદ ઉમરગામ રેલવે ફાટક પાસે ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી હતી. તાજેતરમાં પતિ પત્ની વચ્ચે કોઈક વાતથી ઝઘડો થતાં, નિશા તેના ભાઈ પ્રતીક રાજભરી ના ઘરે રહેવા આવી ગઈ હતી. જેના થોડા દિવસ બાદ ચંદન મિશ્રાએ ગાંધી વાડી ખાતે પ્રતીકના ઘરે આવી, તેની પત્ની નિશા પાસે મોબાઇલની માંગણી કરી હતી. નિશા એ મોબાઈલ ન આપતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી ઝઘડામાં પરિવર્તિત થઈ હતી. ગુસ્સે ભરાયેલા ચંદને રસોડામાંથી શાકભાજી સમારવાનું ચપ્પુ લાવી નિશાની પીઠના ભાગે તથા પગના ભાગે ચપ્પુ મારી હુમલો કર્યો હતો. ઘરમાં બૂમાબૂમ થતા નિશાની બહેન નેહા અને પડોશીઓ દોડી આવતા, ચંદન પત્નીને લોહી લુહાણ હાલતમાં મૂકી ભાગી ગયો હતો. નિશાની બેન નેહાએ મોટાભાઈ પ્રતીકને ઘટનાની જાણ કરી, ખાનગી વાહનમાં ઈજાગ્રસ્ત નિશાને ગાંધી વાડી ખાતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં ફરજ ઉપર હાજર તબીબે વધુ સારવાર માટે નિશાને સેલવાસની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવ અંગે ઉમરગામ પોલીસ મથકે પ્રતીક નંદલાલ રાજભરીએ બહેન નિશા ઉપર હુમલો કરનાર જીજા, ચંદન સુરેન્દ્ર મિશ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

أحدث أقدم