સ્મિમેર હોસ્પિટલના ચોથા માળે ICUમાં એસી જ નથી, અસહ્ય ઉભરાટમાં વેલટીનેટર ઉપરના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે | Not so in the ICU on the fourth floor of Smither Hospital, where patients are being treated on ventilators at an unbearable rate. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Not So In The ICU On The Fourth Floor Of Smither Hospital, Where Patients Are Being Treated On Ventilators At An Unbearable Rate.

સુરત38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સ્મીમેર હોસ્પિટલના ચોથા માળે ICUમાં વેલટીનેટર ઉપરના દર્દીઓ માટે એસીની વ્યવસ્થા પણ ન હોવાનું જણાયું - Divya Bhaskar

સ્મીમેર હોસ્પિટલના ચોથા માળે ICUમાં વેલટીનેટર ઉપરના દર્દીઓ માટે એસીની વ્યવસ્થા પણ ન હોવાનું જણાયું

સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ રહ્યો હોય તેવું લાગે છે વારંવાર વિવાદો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ફીમેલ સર્જીકલ વોર્ડમાં પાણીનો સપ્લાય બંધ હતો ત્યારે હોસ્પિટલના ચોથા માળે આઈસીયુ માં એસી ની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. આ આઈ સી યુ 1/8/2022 થી શરૂ થયો છે છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આપના કોર્પોરેટરે બેદરકારીના આક્ષેપ કર્યા

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને હોસ્પિટલ સમિતિ સભ્ય એવા રચનાબેન હિરપરા તેમજ કોર્પોરેટર મહેશભાઈ અણઘણ હોસ્પિટલની મુલાકાતે ગયા ત્યારે સ્માર્ટ સિટી ગણાતી સુરત મહાનગર પાલિકાની સ્મીમેર હોસ્પિટલની ધોર બેદરકારી સામે આવી ભારતનું એવું પહેલું આઈસીયુ હશે.જેમાં એસીની સુવિધા નથી.તેમ જ આઈસીયુ માં તમામ જગ્યાએથી હવાની અવર-જવર થઈ શકે જેના કારણે ઇન્ફેક્શન થઈ શકે તેવું આઈસીયુ સ્મીમેર હોસ્પિટલ મા તારીખ 1/8/ 2022 થી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ માટે ચાર મહિના અગાઉ પણ રચનાબેન હિરપરા દ્વારા એસી લગાવવા માટે જાણ કરેલી પરંતુ આજ સુધી આ કામગીરી સત્તાધિશો દ્વારા કરવામાં આવી નથી.

દર્દીઓની હાલત કફોડી

કોર્પોરેટ મહેશ અણધણે એવા પણ આક્ષેપો કર્યા જે રીતે આ આઈસીયુને મેડિકલ કાઉન્સિલ દ્વારા માન્યતા મળી છે.તેવી જ રીતે સુરત શહેરને દેશમાં પ્રથમ નંબરના સ્માર્ટ સિટીનો દરજ્જો અને બીજા ક્રમાંકના સ્વચ્છ સિટીનો દરજ્જો ઉપલા લેવલેથી વાહવાહી મેળવવા માટે આપવામાં આવ્યો હશે આજના સમયમાં આ ઉનાળામાં 35 થી લઈને 41 ડિગ્રી ટેમ્પરેચરમાં આઈસીયુની અંદર દર્દીઓ સારવાર કરવા માટે મજબૂર છે. તેમને ગરીબી અને લાચારીનો અનુભવ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરાવવામાં આવી રહ્યો હોય તેવા પણ આક્ષેપો કર્યા છે.

أحدث أقدم