હિન્દુ બહેન-બેટીઓ સલામત ન હોય તો ચુલ્લભર પાણીમાં ડુબી જવું જોઇએ, હિન્દુઓના કાર્યક્રમ દેશમાં નહીં થાય તો શું મક્કા મદીનામાં થશે? | If the Hindu sisters and daughters are not safe, they should be drowned, if the program of Hindus does not happen in the country, will it happen in Mecca and Medina? | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • If The Hindu Sisters And Daughters Are Not Safe, They Should Be Drowned, If The Program Of Hindus Does Not Happen In The Country, Will It Happen In Mecca And Medina?

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં તેઓ વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી જૂની કાછીયાવાડ સ્થિત કોઠી ફળિયામાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરના 45માં પાટોત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, કેરાલા ફિલ્મ દેશમાં ચાલી રહી છે. એ ભારતમાં હિન્દુઓની બહેન બેટીઓ સલામત નથી, એનું ડોક્યુમેન્ટ છે, જો દેશમાં હિન્દુઓની બહેન-બેટીઓ સલામત ન હોય તો ચુલ્લુભર પાણીમાં ડૂબી જવુ જોઇએ અને ફરીથી હિન્દુની બહેન-બેટીઓ અસલામત ન બને તે માટે દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો અને મુસલમાનોની વસ્તી વધારો રોકવા માટે વસ્તી વધારો નિયંત્રિત કરવાનો કાયદો કરવાની માંગણી કરવી જોઇએ. આ ફિલ્મનું માર્કેટિંગ થઈ રહ્યું છે. નાક કપાઇ જાય, તો કપાઇ ગયેલા નાકનું કોઇ માર્કેટિંગ કરે?, ફરીથી નાક ન કપાય તેવી વ્યવસ્થા, નહીંતર વડોદરા ફિલ્મ પણ બનશે, સુરત અને કર્ણાવતી ફિલ્મ પણ બનશે.

દેશમાં ક્યાં સુધી આપણી બહેન-બેટીઓ લવજેહાદનો ભોગ બને
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન-બેટીઓ લવજેહાદનો ભોગ બને. અમારો સંકલ્પ છે કે, હિન્દુસ્તાનમાં એકપણ બહેન-બેટીઓને લવજેહાદનો ભોગ નહીં બનવા દઇએ. ન અમારી દિકરો કનૈયો બનશે કે ન અમારી દિકરી શ્રદ્ધા બનશે. આવુ કરવાવાળાને ભારતમાં જડબાતોડ જવાબ આપીશું, અમે ફરીથી ભારતમાં હિન્દુ શેરને જગાડવા માંગીએ છીએ. જેઓએ બાબરની છાતી પર પગ મૂકીને રામમંદિર બનાવ્યું હતું.

આ દેશમાં ક્યાં સુધી હિન્દુ માર ખાશે
તેઓએ ઉમેર્યું હતું કે, પ્રશ્ન થાય છે કે, રામનવમી પર જ હુમલો કેમ થાય છે. કેમ હિન્દુનો છોકરો કિશન ભરવાડ કનૈયા મરી રહ્યો છે. કેમ મહોરમ પર હુમલો થઇ રહ્યા નથી. આ દેશમાં ક્યાં સુધી હિન્દુ માર ખાશે. અમે હિન્દુઓને જગાડવા માટે દેશના લાખો ગામોમાં, શહેરોની કોલોની અને સોસાયટીઓમાં દર શનિવારે હનુમાન ચાલિસાના પાઠ શરૂ કરાવીને ભગવાન હનુમાનજીની ગદા દરેક ગામ અને ગલીઓમાં ઉઠશે અને એકપણ હિન્દુનું નામ લેવાવાળાને જડબાતોડ જવાબ આપવાની તાકાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બંજરગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની શરૂ કરી રહી છે.

હિન્દુઓના દેશમાં કાર્યક્રમ નહીં થાય તો શું મક્કા મદીનમાં થશે?
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીમાં ગુજરાતના દિવ્ય દરબાર અંગે પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, હિન્દુઓના દેશમાં કાર્યક્રમ નહીં થાય તો શું મક્કા મદીનમાં થશે? ડાકોર અને કપડવંજમાં વિધર્મીઓના ત્રાસથી મહિલાઓ આપઘાત કરી રહી છે, તે અંગે તેઓએ જણાવ્યું હતું કે, ભારતમાં હિન્દુ સલામત નથી. રામનવમીમાં હિન્દુઓની શોભાયાત્રામાં હુમલો, ધંધુકામાં કિશન ભરવાડને માર્યો, કાલે એક દિકરી એક મરવુ પડ્યું, ક્યાં સુધી આ નાટકો ચાલશે બંધ કરો અને આ દેશમાં કોઇ પણ હિન્દુનું નામ લેવાની કોઇ હિંમત ન કરે તેવી તાકાત હિન્દુ ઉભી કરે.

હિન્દુઓની કોઇ મિલકત વેચાવી ન જોઇએ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં પણ અશાંતધારો છે, ત્યાં એકપણ હિન્દુની મિલકત વેચાવી ન જોઇએ. હું આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બંજરગ દળને કહીશ કે, આંદોલન કરો અને કોઇ મિલકત વેચાતી હોય તો વેચવાની જવાબદારી સરકારની છે.