Tuesday, May 9, 2023

આણંદમાં ચાર પરપ્રાંતીયોને માથાભારે ત્રિપુટીએ માર માર્યો | In Anand, four foreigners are beaten up by a cheeky trio | Times Of Ahmedabad

આણંદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • ઘર ખાલી કરી દેવા બાબતે તકરાર

આણંદ શહેરના સાંગોડપુરા ખાતે આવેલા આદિત્ય બંગ્લોમાં રહેતા ચાર પરપ્રાંતીયને ત્રણ સ્થાનિક અને માથાભારે શખસોએ ઘર ખાલી કરી દેવા બાબતે અપશબ્દ બોલી દંડાથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આ મામલે આણંદ શહેર પોલીસે મારામારીની કલમ હેઠળ ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નેપાળના વિજય બિરબહાદુર સોની સાંગોડપુરા ખાતે આવેલા આદિત્ય બંગ્લોમાં અન્ય નેપાળના ત્રણ કર્મીઓ સાથે રહે છે. તેઓ પીઝાની એક દુકાનમાં નોકરી કરે છે. ગત શનિવારે રાત્રે 11 કલાકે તેઓ નોકરી પૂરી કરીને ચાલતા-ચાલતાં ઘર તરફ જઈ રહ્યા હતા.

દરમિયાન, એ સમયે અનિલ શના ગોહેલ, અક્ષય મહેન્દ્ર ગોહેલ અને નિરજ વિનુ ગોહેલ તેમની પાસે આવી ચઢ્યા હતા. અને ગમે તેમ અપશબ્દ બોલી તેમને અહીંયાથી ઘર ખાલી કરી જતા રહેવા જણાવ્યું હતું. એ પછી ત્રણેય શખસોએ દાદાગીરી કરી સમગ્ર વિસ્તારને માથે લીધો હતો. તેમણે તેઓ જે ઘરમાં રહેતા હતા તેના બારીના કાચ તોડી નાંખ્યા હતા વધુમાં વિજય ઉપરાંત તેમના અન્ય ત્રણ સાથી રૂપેશ, કિરણ અને પાંડવને લાકડાથી માર માર્યો હતો. આ બનાવમાં તમામને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે આણંદ શહેર પોલીસે ત્રણેય સ્થાનિક શખસો સામે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.