Sunday, May 28, 2023

ભાવનગરમાં ચૌદનાળાના મફતનગરમાં જગ્યા ખાલી કરવા બીએમસીએ નોટિસ ફટકારતા હોબાળો, લોકોના ટોળેટોળાં એકઠા થતા પોલીસ દોડી આવી | In Bhavnagar, the BMCA issued a notice to vacate the space in Mafatnagar of Chaudanala, there was a commotion, crowds of people gathered and the police rushed. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In Bhavnagar, The BMCA Issued A Notice To Vacate The Space In Mafatnagar Of Chaudanala, There Was A Commotion, Crowds Of People Gathered And The Police Rushed.

ભાવનગર4 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના ઘોઘારોડ પર આવેલા એક મફતનગરમા બીએમસી માલિકીની જમીન ખાલી કરી દબાણો હટાવી લેવા તંત્ર એ લોકોને નોટિસો ફટકારતા ભારે દેકારો મચ્યો છે. આ નોટિસનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરી જો ડિમોલેશન હાથ ધરવામાં આવશે તો જોયા જેવી થશે તેવી ચિમકી ઉચ્ચારતા ભારે ચકચાર મચી છે.

નોટિસ ફટકારતા મફતનગરમા રહેતા લોકોમાં ભારે રોષ
ભાવનગર મહાનગરપાલિક દ્વારા શહેરમાં આવેલી વિવિધ કોર્પોરેશન માલિકીની જગ્યાઓમાં અનઅધિકૃત રીતે દબાણ કર્તાઓ એ કરેલા દબાણો દૂર કરી આ જમીનો-પ્લોટોનો કબ્જાઓ હસ્તગત કરવા કમરકસી છે, જે અંતર્ગત આજરોજ ઘોઘારોડ પર આવેલ ચૌદનાળા વિસ્તારમાં બીએમસી માલિકીની વિશાળ જગ્યામાં મફતનગર સ્થાપી લોકો આ તંત્રની જગ્યામાં કબ્જો કરી ભોગવટો કરતાં હોય જેને લઈને એસ્ટેટ વિભાગ દ્વારા મફતનગરમા રહેતા આસામીઓને મકાન-ઝુપડા ખાલી કરી તેમણે કરેલા દબાણો સ્વયં હટાવી લેવા અથવા ડિમોલેશન માટે તૈયાર રહેવા નોટિસ ફટકારતા મફતનગરમા રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

પોલીસ કાફલો દોડી આવ્યો
આ નોટિસને પગલે મફતનગરના રહિશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રોડપર ઉતરી ઉગ્ર વિરોધ કર્યો હતો. સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને લોકોને સમજાવી મામલો થાળે પાળવા પ્રયત્નો હાથ ધર્યા હતાં, આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.