હિંમતનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
- સા.કાં.ના 2247 છાત્રોએ નીટની પરીક્ષા આપી
સાબરકાંઠા જિલ્લાના ધો-12 વિજ્ઞાન પ્રવાહના 2247 વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે હિંમતનગરના પાંચ કેન્દ્રો પર રવિવારે યોજાયેલ નીટની પરીક્ષા આપી હતી. નોંધનીય છે કે ચાલુ વર્ષે 1627 વિદ્યાર્થીએ ધો-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કરી છે તે પૈકી માત્ર 611 વિદ્યાર્થીએ 50 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે. જેમાં બાયોલોજીના શિક્ષકના જણાવ્યા અનુસાર બાયોલોજીમાં વિદ્યાર્થીઓને મેરિટ ઊંચું જવાની શક્યતા છે.
નીટની પરીક્ષા હિંમતનગરના બેરણા પાસેના ગ્રોમોર કેમ્પસ,ગ્રીન એપલ સ્કૂલ,જૈનાચાર્ય સ્કૂલ,હિંમત હાઈસ્કૂલ અને કેન્દ્રિય વિદ્યાલય એમ પાંચ કેન્દ્રોમાં 104 બ્લોકમાં પરીક્ષા યોજાઈ હતી.જેમાં 2516 વિદ્યાર્થીઓમાંથી 2247 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જ્યારે 259 ગેરહાજર રહ્યા હતા. બાયોલોજી ટીચર પી.જે. મહેતાએ જણાવ્યું કે આજનું નીટનું પેપર મધ્યમ પ્રકારનું હતું. બાયોલોજીમાં વિદ્યાર્થીઓને સારા માર્ક આવવાની શક્યતા છે. બાયોલોજીના પ્રશ્નો મધ્યમ પ્રકારના હતા. જો કે કેટલાક પ્રશ્નો હોંશિયાર વિદ્યાર્થીની પણ કસોટી કરે તેવા હતા.