દાહોદ શહેરમા લોકોએ મોટુ નુકસાન થવાની દહેશતે જાતે જ પોતાના દબાણો દુર કર્યા,કેટલાક ઠેકાણે બુલડોઝર ફરી વળ્યુ | In Dahod city, fearing major damage, people relieved themselves of their pressures, bulldozers overturned in some places. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod City, Fearing Major Damage, People Relieved Themselves Of Their Pressures, Bulldozers Overturned In Some Places.

દાહોદ7 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત રસ્તાઓ પહોંળા કરવાની કામગીરીમાં આજે પાંચમાં તબક્કાની કામગીરી હાથ ધરવામા આવી હતી.શહેરના વિવિધ વિસ્તારોમા નાના મોટા દબાણ દુર કરવામા આવ્યા હતા.

મોટા ભાગના વિસ્તારોમા કામગીરી પૂર્ણ કરાઈ
દાહોદ સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે. શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે તંત્રએ કમર કસી છે અને છેલ્લા કેટલાંક દિવસોથી ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરી રહ્યાં છે. જેમાં રસ્તાઓ પહોંળા કરવા માટે તંત્ર દ્વારા ગોધરા રોડથી આરંભ કરવામાં આવેલા આ અભિયાનમાં પડાવ, યાદગાર ચોક, અંજુમન હોસ્પિટલની સામેથી લઈ સ્ટેશન રોડ વિસ્તારના કાચા, પાકા ગેરકાયદેસર દબાણો જેસીબી મશીનથી દુર કરી દેવામાં આવ્યાં હતાં.

ઘણે ઠેકાણે લોકોએ જાતે જ ઝુકાટ દુર કરી દીધા
ત્યારે આજે શહેરના મંડાવાવ રોડ અને રળીયાતી રોડ તરફનો વારો આવતાં તંત્ર બુલડોઝર મશીનો સાથે સ્થળ પર રવાના થાય તે પહેલાં જ સ્થાનિક લોકોએ પોત પોતાના ગેરકાયદેસર દબાણો પોતાની જાતે જ દુર કરવામાં લાગી ગયાં હતાં. ત્યારે તંત્ર દ્વારા મંડાવાવ ખાતે આવેલ દરજી સમાજની વાડીના ઝુકાટો, રળીયાતી રોડ પરના ઝુકાટો, ઓટલાઓ, પગથીયાઓ વિગેરે ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યાં હતાં. આ વિસ્તારના રસ્તાઓ સાફ કરી દીધાં હતાં. તંત્ર દ્વારા આગામી દિવસોમા બાકીના વિસતારોમા કામગીરી હાથ ધરવામા આવશે તેમ જાણવા મળ્યુ છે.

أحدث أقدم