દસાડામાં બાઇક દૂર ચલાવવાનું કહેતા છ શખ્સોનો પરિવારજનો પર છરી, ગુપ્તી અને છોરીયા વડે ઘાતક હુમલો કર્યો | In Dasada, six men attacked family members with knives, sticks and knives while asking them to drive the bike away. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દસાડામાં બાઇક દૂર ચલાવવાનું કહેતા છ શખ્સોએ યુવાન સહિત પરિવારજનો પર છરી, ગુપ્તી અને છોરીયા વડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં મહિલા સહિત ચાર લોકોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં છ શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

દસાડા ગામે રહેતા વિશાલભાઈ દિનેશભાઈ ઠાકોરે નરેશભાઈ પાસેથી મોટરસાયકલ ચલાવતા નરેશભાઈએ મોટરસાયકલ દૂર ચલાવવાનું કહ્યું હતુ. જે બાબતે સારું નહીં લાગતા વિશાલભાઈ દિનેશભાઈ ઠાકોર, ભોલાભાઈ દજાભાઈ ઠાકોર, મનોજભાઈ વજાભાઈ ઠાકોર, કલ્પેશભાઈ કરમશીભાઈ ઠાકોર, વેરશીભાઈ ભલાભાઇ ઠાકોર, મહેશભાઈ જેરામભાઈ ઠાકોરે મળીને ગેરકાયદેસર મંડળી રચી નરેશભાઈને ભૂંડાબોલી ગાળો બોલી છરી, ગુપ્તિ તથા લાકડા છોરીયા જેવા હથિયારો સાથે દોડી આવ્યા હતા.

જેમાં વિશાલભાઈ દિનેશભાઈ ઠાકોરે રાયસંગભાઈ હીરાભાઈ લેઢવાણીયાને મારી નાખવાના ઇરાદે પેટના ભાગે તથા કમરના ભાગે છરી મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે મહેશભાઈ રાયસંગભાઈ લેઢવાણિયાને બરડાના ભાગે છરી મારી ઇજા કરી તથા ભોલાભાઈએ લીલાબેન ભીખાભાઈને છોરીયાથી મૂંઢમાર મારી તથા મનોજભાઈ અને કલ્પેશભાઈએ પણ ધોકાથી મૂઢમાર માર માર્યો હતો. તથા વેરશીભાઈ અને મહેશભાઈએ ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝઘડામાં મહિલા સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે દસાડા ગામના મહેશભાઇ રાયસંગભાઇ લેઢવાણીયા ( ઠાકોર )એ દસાડા ગામના વિશાલભાઈ દિનેશભાઈ ઠાકોર, ભોલાભાઈ દજાભાઈ ઠાકોર, મનોજભાઈ વજાભાઈ ઠાકોર, કલ્પેશભાઈ કરમશીભાઈ ઠાકોર, વેરશીભાઈ ભલાભાઇ ઠાકોર અને મહેશભાઈ જેરામભાઈ ઠાકોર વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા દસાડા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

أحدث أقدم