Monday, May 15, 2023

ડુમરામાં લગ્ન પ્રસંગે મિજબાની માણવા પાડો કપાયો,પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો | In Dumra, a plot was cut to enjoy a feast on the occasion of a wedding, a crime was registered against five | Times Of Ahmedabad

ભુજ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગૌ વંશના કતલની બાતમી મળતા પોલીસ જમાત ખાનામાં દોડી ગઈ હતી

અબડાસાના ડુમરામાં એક લગ્ન પ્રસંગના જમણવારમાટે પાડાનું કતલ કરવામાં આવ્યું હતું.પોલીસને બાતમી મળતા પશુઓ પ્રત્યે ઘાતકી પણું અપનાવનાર પાંચ ઈસમો સામે ગુનો દાખલ કરાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ કોઠારા પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો.એ દરમિયાન ડુમરા ગામના બસ સ્ટેન્ડ પાસે પહોચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે અબ્દુલ ઈબ્રાહીમ તુર્કના દીકરા-દીકરીના લગ્ન પ્રસંગે જમવાની દાવત રાખેલ છે.જેમાં ગૌ વંશનો માંસ દાવતમાં રાખવા જમાત ખાનામાં એક ગૌ વંશને લઇ આવી તેનું કતલ કરવામાં આવી રહ્યો છે.

બાતમીને આધારે પોલીસ તાત્કાલિક જમાત ખાનામાં દોડી જઈ તપાસ કરતા આરોપી અબ્દુલ ઈબ્રાહીમ તુર્ક,મામધ સિધિક ઈબ્રાહીમ તુર્ક,અયુબ ઈબ્રાહીમ તુર્ક,અસલમ અબ્દુલા સાલા અને અયુબ હાસમ સુમરા લોખંડના કોયતા અને ધારદાર છરી વડે પશુનો માંસ કાપી રહ્યા હતા.

પોલીસે આરોપીઓને પૂછપરછ કરતા લગ્ન પ્રસંગમાં દાવત માટે પાડાનું માંસ કાપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.આરોપીઓ પાસે પશુના કતલ માટે પરવાનગી ન હોતા તપાસ માટે વેટરનીટી ડોક્ટરને સ્થાનિકે બોલાવાયા હતા.જેની તપાસ દરમિયાન પાડાનું માંસ હોવાનું સામે આવ્યું હતું.બનાવને પગલે પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ પરવાનગી વગર જાહેરમાં કતલ કરી પશુઓ પ્રત્યે ઘાતકીપણું અપનાવી જાહેર જનતાને ત્રાસ રૂપ કૃત્ય કરવાની કલમો તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts: