Header Ads

ગાંધીનગરમાં માલિકની જાણ બહાર બે શખ્સોએ ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર ફ્લેટ ભાડે આપી દીધો, ફ્લેટ માલિકને જ બાઉન્સરોએ કાઢી મૂક્યા | In Gandhinagar, without the knowledge of the owner, two persons created false documents and rented out the flat again and again, the bouncers evicted the flat owner. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar, Without The Knowledge Of The Owner, Two Persons Created False Documents And Rented Out The Flat Again And Again, The Bouncers Evicted The Flat Owner.

ગાંધીનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના કોબામાં ફ્લેટ માલિકની જાણ બહાર બે શખ્સોએ ખોટો ભાડા કરાર તૈયાર કરીને બારોબાર ફ્લેટ ભાડે આપી દીધાની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. નવાઈની વાત છે કે જ્યારે ખુદ માલિક પોતાના ફ્લેટ પર ગયા ત્યારે ભાડૂઆત રહેતાં હોવાનું જાણીની ચોંકી ઉઠયા હતા.

અમદાવાદના શાહીબાગ ખાતે રહેતાં કાપડનાં વેપારી હિતેન્દ્રસિંહ અરજીતસિંહ રાઠોડે સુરતના અમૃતલાલ પાસેથી ફેબ્રુઆરી – 2022 માં કોબામાં આવેલ રાજ લબ્ધિ હેરીટેજમાં ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટ ખરીદ્યા પછી ખાલી પડી રહ્યો હતો. બાદમાં ડિસેમ્બર – 2022 માં હિતેન્દ્રસિંહ પોતાના ફ્લેટ ઉપર ગયા હતા. જ્યાં કેટલાક માણસો રહેતા હોવાનું જોઈને ચોંકી ઉઠયા હતા. આથી તેમણે ફ્લેટ માલિક તરીકેની ઓળખ આપી પૂછતાંછ કરતાં ભાડૂઆત લોકોએ કહેલું કે, ઇડી વેલ્યુ ચેઇન સોલ્યુશન પ્રા લી ના ડાયરેકટર સંદિપ નવનિતાલ શાહ (રહે. ડી/પ૧, શ્રીરંગ અરોમા, ગિફ્ટ સિટી રોડ, રાંદેસણ) તથા પ્રવેશ નિર્મલકુમાર ભાદવીયા (રહે. ડી/16, આર્દશનગર , ગીરવા ઉદયપુર) પાસેથી તેઓની કોલેજને ભાડે આપવામાં આવ્યો છે.

આથી હિતેન્દ્રસિંહે ઇડી વેલ્યુ ચેઇન સોલ્યુશન પ્રા. લીના સંદીપ શાહનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેણે યોગ્ય જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તેણે જણાવેલ કે ઉક્ત ફ્લેટ સહિત બીજા અન્ય મકાનો પ્રકાશભાઇ રમણભાઇ પટેલ પાસેથી ભાડે લીધા છે.જે અંગેના ભાડા કરાર પણ આપ્યા હતા.જેમાં 300 રૂપિયાનો સ્ટેમ્પ રવિ અમૃતભાઈ પટેલના નામે હતો. અને ભાડે આપનાર તરીકે પ્રકાશ પટેલ (રાજલબ્ધિ હેરીટેઝ) અને ભાડુઆત તરીકે ઈડી વેલ્યુ ચેઇન સોલ્યુશન પ્રા લી લખેલ હતું.જેમાં પાછળના પેજ ઉપર ભાડે આપના૨ તરીકે પ્રકાશ પટેલનું નામ હતું.ઉપરાંત ભાડા કરારના બે પેજ ઉપર અલગ અલગ કુલ- 86 ફ્લેટના નંબર લખેલ હતા. જેમાં ફ્લેટ નંબર F/702 પણ લખેલો હતો. જો કે ભાડા કરાર નોટરાઇઝ થયેલો ન હતો.

બાદમાં હિતેન્દ્રસિંહ પ્રકાશ પટેલને મળ્યા હતા. પરંતુ પ્રકાશ પટેલે કોઈ ભાડા કરાર કર્યો નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી સંદીપ શાહ અને પ્રવેશ ભાદરવીયાને મળીને ફ્લેટ કોલેજને ખોટી રીતે ભાડે આપો દીધો હોવાનું જણાવ્યું હતું. આથી બન્ને જણાએ ટૂંકસમયમાં ફ્લેટ ખાલી કરાવી દેવાની ખાત્રી આપી હતી. આ ઘટનાના થોડા વખત પછી ફરીવાર હિતેન્દ્રસિંહ પોતાના ફ્લેટ પર ગયા હતા. જ્યાંથી બાઉન્સરો તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ મામલે હિતેન્દ્રસિંહની ફરીયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Powered by Blogger.